રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા માં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં

ગરબાડા મધ્યમિક શાળામાં વિશ્વાસથી વિકાસ યાત્રા નો કાર્યક્રમ આજે દાહોદના સાંસદ યશવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો જેમાં ગરબાડા, અને દાહોદ તાલુકાના 418 કામો રૂ.7 કરોડને ખર્ચે પૂર્ણ થનાર વિકાસ કાર્યોનો પ્રારંભ, રૂ1.50 કરોડને ખર્ચે સંપન્ન 117 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ.
ગરબાડા ની માધ્યમીક શાળા ખાતેથી વિકાસકાર્યોના લોકાર્પણ 117 ખાતમુહૂર્ત 418 કામોનું ખાતમુરત રાખવામાં આવ્યું હતું જેમાં ગરબાડા દાહોદના પ્રાંત અધિકારી ગરબાડા મામલતદાર તાલુકા પંચાયતના પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી બંને તાલુકાના જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા.
