ફતેપુરાના નાનાબોરીદા ગામે યુવક ની લાશ શંકાસ્પદ હાલતમાં કુવામાંથી મળી આવતા ચકચાર, યુવકની હત્યા કરી લાશ કૂવામાં નાખી હોવાનું પરિવારનો આક્ષેપ

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના  નાનાબોરીદાગામે યુવક ની લાશ શંકાસ્પદ હાલતમાં કુવામાંથી મળી આવતા ચકચાર, યુવકની હત્યા કરી લાશ કૂવામાં નાખી દીધી હોવાનું પરિવારજનોનું રટણ,મૃતક યુવકના પરિવારજનોનો પોલિસ મથકે હોબાળો,પોલીસે અ.મોત નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.પરિવારજનો દ્વારા દાહોદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવાની માંગ,શંકાના આધારે પોલીસે બે યુવકોની કરી ધરપકડ.

સુખસર તા.12

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ મથક વિસ્તારના નાનાબોરીદા ગામે કૂવામાં યુવકને મારીને ફેંકી દીધો હોવાનું પરિવારજનોને જાણ થતા યુવકને બહાર કાઢી ૧૦૮ મારફતે સુખસર સરકારી  દવાખાને લઈ જવાયો હતો.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ  ગઈ છે.મરનાર યુવકના પિતાની ફરીયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે પરિવારજનોએ દાહોદ સિવિલમાં પેનલમાં પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું. મોટી સંખ્યામાં ટોળું પોલીસ મથકે ધસી આવી હોબાળો મચાવ્યાનું જાણવા મળેલ છે.

           ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે મંગળવારના રોજ સાંજના સમયે કૂવામાં યુવક પડયો હોવાની વાતને લઇ પરિવારજનો દ્વારા કૂવામાંથી યુવકને બહાર કાઢી ૧૦૮ મારફતે સરકારી દવાખાને લઈ જવાયો હતો.જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો યુવકને હત્યા કરી કૂવામાં નાખી દીધો હોવાની પરિવારજનોમાં ચર્ચાએ જોર પકડયું હતું વિકલા ભાઈ ડામોરની ફરિયાદના આધારે સુખસર પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનો દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે દવાખાને મોકલી આપી હતી.પરંતુ પરિવારજનો દ્વારા પેનલમાં પોસ્ટમોર્ટમ કરવાની અને દાહોદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી જેને લઇને મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ મથકે ધસી આવ્યું હતું યુવકની હત્યા કરી લાશ કૂવામાં નાખી દીધી હોવાનું પરિવારજનોમાં ચર્ચાયું હતું જેમાં સુખસર પોલીસ દ્વારા શંકાના આધારે લોકોની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ ફરિયાદના 15 કલાક બાદ પણ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ ના હોવાનું જાણવા મળ્યું હતું.

Share This Article