રાહુલ ગારી, ગરબાડા

ગરબાડા તાલુકાના ભીલવા ગામેં ખાતે લંપી વાયરસ રોગની સાવચેતી માટે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું

ગરબાડા તાલુકાના ભીલવામાં 150 થી વધુ પશુઓને પશુ આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું

ગરબાડા તાલુકા માં લંપી વાઈરસ ના ચેપને અટકાવવા માટે પશુપાલન વિભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગુજરાત ભરમાં હાહાકાર મચાવી રહેલો લંપી વાઈરસ પશુઓમાં ફેલાતો રોગ છે ત્યારે લંપી જેવા ભયાનક રોગ ના ફેલાવા ના કારણે પશુ પાલકોમાં ઘભરાટ જોવા મળી રહ્યો છે ગુજરાતનાં સૌરાષ્ટ અને ઉત્તર ગુજરાતમાં લંપી વાઈરસ થી પશુઓ બીમાર થતા સરકારના પશુ પાલન વિભાગ દ્રારા તમામ જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે ત્યારે ગરબાડા તાલુકા માં કોઈ પશુમાં લંપી વાઇરસ ના ફેલાય તેમાટે તને અટકાવવા માટે તંત્ર દ્વારા રસીકરણ કરવા માં આવી રહ્યું છે જેમાં ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મનિષાબેન ગણાવા ઉપસ્થિત રહ્યા હતા
