વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ થકી ચૂંટણી કાર્ડને લગતી અનેક સુવિધાઓ હવે આપના ઘર આંગણે

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ થકી ચૂંટણી કાર્ડને લગતી અનેક સુવિધાઓ હવે આપના ઘર આંગણે

 

લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાનનું મૂલ્ય અનેરૂ છે. મતદાતાઓની સુવિધા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા મતદાન કરવા માગતા મતદારો પોતાનું નામ વોટર લીસ્ટમાં ચેક કરવા, નવું ચૂંટણી કાર્ડ કઢાવવા, ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા, ચૂંટણી કાર્ડ સાથે મોબાઈલ નંબર તથા આધાર નંબર લિંક કરાવવા વગેરે જેવી અગત્યની સુવિધા “વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ” થી ધર આંગણે મેળવી શકે છે.

    વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ દ્વારા નાગરિકોના ચૂંટણીકાર્ડમાં ફેરફાર કરાવવાની સાથોસાથ ચૂંટણીને લગતા સમાચાર, નજીકના મતદાન પોલની માહિતી, જૂની ચૂંટણીના પરિણામો અને મુંઝવણ અનુભવતા મતદાતાઓ ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર ફોન કરી વાત કરી શકાય તેવા નંબરની સુવિધા પણ આપતી હોય છે. આ ઉપરાંત ખોવાઈ ગયેલ ચૂંટણીકાર્ડ, નામ, સરનામા જેવી સામાન્ય બાબતો માટે ઓનલાઈન ફોર્મ ભરી ફરી ચૂંટણી કાર્ડ સરળતાથી મેળવી શકાય છે.

ફોમ-૬ મતદાર યાદીમા નામ નોધાવવા,

ફોમ-૬(ખ) આધાર નંબર લિંક કરવા,

ફોમ-૭ મતદાર યાદીમા નામ કમી કરવા.

ફોમ-૮ મતદાર યાદીમા સુધારા કરવા માટે છે.

 

Share This Article