
શબ્બીર સુનેલવાલા:- ફતેપુરા
ફતેપુરા નગરમાં આવેલ ટચ ધ લાઈટ ઇંગલિશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કૂલમાં સ્વતંત્ર દિનની ઉલ્લાસ પૂર્વક વાતાવરણમાં ઉજવણી કરાઈ..
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ ટચ ધ લાઈટ ઇંગ્લીશ મીડીયમ એન્ડ ગુજરાતી મીડીયમ સ્કુલ માં 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય પવઁ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી જેમાં સ્કૂલના ટ્રસ્ટી અલ્કેશભાઈ આર પ્રજાપતિના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા કોર્ટના મેજિસ્ટ્રેટ જજ સાહેબ, વિદ્યાર્થીઓ વાલીઓ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ પંચાલ, ગ્રામજનો ,કરોડિયા પંચાયતના સરપંચ શ્રી રાધિકાબેન નીનામા , ગામના આગેવાનો, પત્રકારશ્રી ઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા,રાષ્ટ્ર ધ્વજને વંદન કરી ને માન ભેર સલામી આપી શાળા માં યોજાયેલ રંગારંગ સાસ્કૃતિક કાયઁકમો નિહાળી વિધાથીઁઓનો ઉત્સાહ વધારયો હતો કાયઁકમ દરમિયાન દેશભકિતનો માહોલ છવાયો હતો