
શબ્બીરભાઈ સુનેલવાલા, ફતેપુરા
ફતેપુરા તાલુકાના જવેસી ગામે નવીન પશુ દવાખાનું તેમજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ.
ફતેપુરા તાલુકાના જવેસી ગામે નવીન પશુ દવાખાનાનું તેમ જ આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિનની ઉજવણી દંડક શ્રી રમેશભાઈ કટારા ની
ફતેપુરા તાલુકાના જવેસી ગામે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા નેતૃત્વ દિનની ઉજવણી તેમજ ગામે નવીન પશુ દવાખાનું ઉદ્ઘાટન આ વિસ્તારના ફતેપુરાના ધારાસભ્ય અને ગુજરાતા વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ને અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ડામોર તાલુકા પંચાયતના સભ્ય શ્રી સુક્રમભાઈ ભાભોર સામાજિક કાર્યકર્તા નરેન્દ્રભાઈ ડામોર પશુ તબિબ ડોક્ટર સંગાડા તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા પ્રસંગના અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું મહિલા નેતૃત્વ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમા પશુપાલન માર્ગદર્શન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પશુપાલન ખાતાની માર્ગદર્શન શિબિરમાં પશુપાલન થકી મહિલાઓને આવકના સ્ત્રોત બનાવવા પર ભાર મૂકીને પગભર થવાની સ્વાવલંબી થઈ વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા પ્રેરિત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું