ગરબાડામાં બે ભાઈઓ અલગ અલગ ધર્મ પાળતા માતાની અંતિમ વિધિને લઇ સર્જાયો વિવાદ:પોલીસ અને સામાજિક આગેવાનોની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો:હિંદુ સ્મશાનમાં દફનવિધિ કરાઇ 

Editor Dahod Live
3 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડામાં બે ભાઈઓ અલગ અલગ ધર્મ પાળતા માતાની અંતિમ વિધિને લઇ સર્જાયો વિવાદ

 પોલીસ અને સામાજિક આગેવાનોની દરમિયાનગીરીથી મામલો થાળે પડયો:હિંદુ સ્મશાનમાં દફનવિધિ કરાઇ 

બાદ માં સ્મશાન માં સમાધિ આપવાનું નક્કી થયું:મોટોભાઈ હિંદુ ધર્મ જયારે નાનોભાઇ ખ્રિસ્તી ધર્મ પાળતા હતા

ગરબાડા તા.22

 

ગરબાડા તાલુકાના દેવધા ગામ ખાતે એક મહિલાનું કુદરતી રીતે મૃત્યુ થતાં તેમની અંતિમ વિધિ માટે અલગ અલગ ધર્મમાં માનતા બે સગા ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાયો

પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના દેવધા ગામના ગાળા ફળિયામાં રહેતા બચુભાઈ દેહદા ને બે પુત્રો છે જે પૈકી મોટો પુત્ર કેગુભાઈ બચુભાઈ દેહદા કે જેઓ હિન્દુ ધર્મમાં માને છે જ્યારે તેમનો નાનો પુત્ર ભૂરચંદભાઈ બચુભાઈ દેહદા ખ્રિસ્તી ધર્મ અપનાવેલો છે. તારીખ 21 ના ગત સાંજના બચુભાઈ દેવધાના ધર્મ પત્ની સેનાબેન  ઉ.વ ૬૫ નું કુદરતી રીતે મૃત્યુ થયું હતું. રાત્રિના કારણે તેમની અંતિમ વિધિ બીજા દિવસે સવારે કરવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ બંને ભાઈઓ અલગ અલગ ધર્મ માનતા હોય જેથી નાનો ભાઈ ખ્રિસ્તી ધર્મ મુજબ પોતાની માતાને ખેતરમાં દફનાવા  માંગતો હતો. જેને લઇને તેને પોતાના ખેતરમાં જેસીબી મશીન દ્વારા ખાડો પણ ખોદાવી દીધો હતો. જે બાબત નો ગ્રામજનો આગેવાનો તેમજ તેમના મોટાભાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે મારી પણ માં છે જેથી હું હિન્દુ ધર્મ પ્રમાણે તેમને અગ્નિસંસ્કાર કરીશ. તેમ છતાં પણ મામલો થાળે ના પડતા અંતે ઘટનાની જાણ પોલીસ ને કરાતા પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને  અંતિમવિધિ બાબતે ગંભીરતાપૂર્વક પરિવાર અને ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ ખેતરમાં દફનવિધિ ન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને હિન્દુ સ્મશાનમાં  દફનવિધિ કરવાનું નક્કી કરવામા આવ્યું હતું

 

બાઈટ : બદીયાભાઈ બચુભાઈ દેહધા (સામાજિક આગેવાન).દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દેવધા ગામમાં એક મહીલાનું કુદરતી રીતે મૃત્યુ થતાં તેમની અંતિમ વિધિ માટે અલગ અલગ ધર્મોમાં માનતા બે સગા ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. મોટો પુત્ર હિન્દુ ન રીત પ્રમાણે અંતિમ સંસ્કાર કરવા માંગતો હતો અને જ્યારે નાનો પુત્ર ખ્રિસ્તી ધર્મ અપનાવેલ હોય તે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે દફનવિધિ કરવા માંગતો હતો.જે બાબત ને લઈ  ગામજનો અને પંચ ભેગી થઈ હતી અને કોઈ અઘટિત બનાવ ના બને તે માટે પોલીસને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. અંતે પંચ  દ્વારા સમજાવટ બાદ હિન્દુ સ્મશાનમાં સમાધિ આપવાનું નક્કી કર્યું.  …

Share This Article