દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી 84,480 રૂપિયાના ગાંજા સાથે એક ઈસમને SOG પોલીસે ઝડપી જેલભેગો કર્યો..

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી 84,480 રૂપિયાના ગાંજા સાથે એક ઈસમને SOG પોલીસે ઝડપી જેલભેગો કર્ય

દાહોદ તા.૦૨

દાહોદ તાલુકાના રાબડાળ ગામેથી એક ઈસમ પાસેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે રૂા. ૮૪,૪૮૦ના ગેરકાયદેસર સુકાલીલા પાંદડાનો બીજ સાથેની ડાળખીઓવાળો ગાંજાે ઝડપી પાડી જેલ ભેગો કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૩૦મી જુનના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે રાબડાળ ગામે વોચ ગોઠવી ઉભી હતી ત્યારે ત્યાંથી જેન્તીભાઈ ગલીયાભાઈ સંગાડીયા (રહે. રાબડાળ, મંડોડીયા ફળિયું, તા.જિ.દાહોદ) પાસેથી ગેરકાયદેસર વનસ્પતિજન્ય સુકાલીલા પાંદડાનો બીજ સાતેની ડાળખીઓવાળો સહેજ ભેજયુક્ત ગાંજાે વજન ૮.૮૪૦ કિલો ગ્રામ કિંમત રૂા. ૮૪,૪૮૦ ના જથ્થા સાથે ઝડપી પાડી દાહોદ એસ.ઓ.જી. પોલીસે આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————–

Share This Article