સુમિત વણઝારા
ધાનપુર તાલુકાના કાંટુ ગામના ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા બે સગા ભાઈઓની લાશ મળી આવતા ચકચાર:હત્યાનો ગુનો નોંધાયો..
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાટું ગામના બે સગીર ભાઈઓની હત્યા કરાયેલ લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાંટુ ગામે પુરા ડુંગરી ફળિયામાં રહેતાં નરવતભાઈ સોમાભાઈ બામણીયાના પુત્ર દિલીપ (ઉ.વ. ૧૦) તથા રાહુલ (ઉ.વ.૫) બંન્ને ભાઈઓ નજીકમાં આવેલ શંકરભાઈ વીરસીંગભાઈ બામણીયાના ઘરે રમતા હતાં તે દરમ્યાન કાટું ગામના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા લાલ કલરની મોટરસાઈકલ લઈને ગત તા.૧૦મી મેના રોજ સાંજના આઠ વાગ્યાના આસપાસ આવ્યાં હતાં અને ઉપરોક્ત બંન્ને ભાઈઓને ટીફીન જમાડવાની લાલચ આપી મોટરસાઈકલ ઉપર બેસાડીને લઈ ગયો હતો.
#paid promotion
શું આપ બેરોજગાર છો. તો આજે જ સંપર્ક કરો..
ગિરધર કુંજ અનાજ માર્કેટયાર્ડ,દાહોદ
[[ JOB VACANCY – DAHOD for FULL TIME
Accountant
At- Girdhar gunj Anaj market yard , Dahod
📞 Contact : 7096577771 / 9426250309
આ બાદ ઉપરોક્ત બંન્ને ભાઈઓ ઘરે પરત ન આવતાં તેમના પરિવાજનો દ્વારા બંન્ને ભાઈઓની ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ ભારે શોધખોળના અંતે પણ ઉપરોક્ત બંન્ને ભાઈઓ મળી ન આવતાં આ મામલે ધાનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ધાનપુર પોલીસ, પરિવારજનો અને ગ્રામજનો દ્વારા અન્ય પરિવારજનો તેમજ નજીકના જંગલ વિસ્તાર ખુંદી વળ્યાં હતાં ત્યારે આજરોજ જેસાવાડા રોડ ઉપર કાટું ગામના સીમાડે પાણીના ટાંકાની બાજુમાં પથ્થરો નીચેથી એક લાશ મળી આવી હતી તે પછી અન્ય એક બીજી લાશ કાંટુ ગામની અંદર સાત – આઠ કિલોમીટર દુર ગામના સીમાડામાંથી મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે બંન્ને ભાઈઓની લાશ મળી આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંન્ને લાશોને ધાનપુર સરકારી દવાખાનમાં પી.એમ. માટે મોકલી આપી હતી. બંન્ને ભાઈઓને હત્યા કરી લાશને સગેવગે કરવાના ઈરાદે હત્યારા દ્વારા હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. નરવતભાઈ સોમાભાઈ બામણીયા દ્વારા બંન્ને દિલીપ તેમજ રાહુલનું અપહરણ કરનાર રાજેશ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયા વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધાંવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મરણ જનાર બંન્ને લાશનું પી.એમ. અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.