ગરબાડા નગરમાં વર્ષોથી બંધ પડેલી ભૂગર્વ ગટરની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરાઈ…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડા નગરમાં વર્ષોથી બંધ પડેલી ભૂગર્વ ગટરની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા કરાઈ…

 

ગરબાડા તા.26

 

ગરબાડા નગરમાં વર્ષો પહેલાં નિર્માણ પામેલી અને હાલમાં બંધ પડેલી ભૂગર્ભ ગટર યોજનાની જે તે સમય ના જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર દ્વારા અગાઉના દિવવસોમાં તાલુકા પંચાયતની મુલાકાતમા હતા ત્યારે આ કામળીયાવાડ બસ સ્ટેન્ડ વિસ્તારની સ્થળ પર જઇ અને ગટરના ગંદા પાણી જે રોડ પર ઘણા સમયથી લીકેજ થાય છે.તેનું નિરીક્ષણ કર્યું હતું.ત્યારે સરપંચ અને તલાટીને લોકોને હાઉસ કનેક્શન આપવા માટે સૂચન કર્યું હતું.અને લાઈનમાં જે પણ ખામી હોય તે જિલ્લા પંચાયત દ્વારા જેટીંગ મશીન ફાળવીને સાફ સફાઇ કરીને પુનઃ આ યોજના શરૂ કરવા સૂચન કર્યું હતું પરંતુ આજદિન સુધીમાં ગરબાડા કામળીયાવાડ બસ સ્ટેન્ટ વિસ્તારના લોકો ની સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવ્યું અને લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે ગરબાડાના ગ્રામજનો દ્વારા ગટરની કામગીરી શરૂ કરી ગંદકી દૂર કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે આજે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા ગ્રામ પંચાયત ના સરપંચ સહિત તલાટી ને સાથે લઈને ગરબાડા માં ભૂગર્વ ગટર ની સમિક્ષા કરી હતી.. જેમાં તંત્ર ને બંધ પડેલી ભૂગર્ભ ગટર ને ફરીથી ચાલુ કરવા માટે જરૂરી સૂચના આપવા માં આવી હતી.

Share This Article