હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરામાં દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પ યોજાયો,SSA દ્વારા વાલીઓને પણ યોજનાઓ અને લાભ વિશે માહિતી અપાઇ
સુખસર તા.16
સમગ્ર શિક્ષા અભિયાનઅંતર્ગત દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકામાં બી આર સી ભવન,ફતેપુરા ખાતે દિવ્યાંગ બાળકો માટેનો સાધન સામગ્રીનું વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ,જેમાં OH,હી,,MD અને MR બાળકોને જરૂરિયાત મુજબના સાધનો નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ફતેપુરા બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ કેમ્પ યોજાયો હતો કેમ્પ દરમિયાન જિલ્લા કક્ષાએથીઆઈ.ઇ ડી વિભાગ ના કૉ ,ઓર્ડીનેટર શ્રી પટેલ મહેશ કુમાર એસ હાજર રહી દિવ્યાંગ બાળકોના વાલી ઓ ને વિવિદ્ય યોજનાઓ તેમજ લાભો વિશે માર્ગદર્શન તેમજ સાધનો નો ઉપયોગ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કેમ્પનું આયોજન બી આર સી કો ઓર્ડીનેટર શ્રી રાટોડા રમેશ ભાઈ પી.ના અદયક્ષ સ્થાને યોજાયો હતો.