પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો દાહોદમાં વિકાસનો બુસ્ટર ડોઝ : જિલ્લામાં રૂ. ૬૧૧.૭૯ કરોડના વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

Editor Dahod Live
3 Min Read

સુમિત વણઝારા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો દાહોદમાં વિકાસનો બુસ્ટર ડોઝ : જિલ્લામાં રૂ. ૬૧૧.૭૯ કરોડના વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

 

જિલ્લામાં સિંગવડ ખાતે રૂ. ૩.૭ કરોડના ખર્ચે કોમ્યુનિટિ હોલનું નિર્માણ કરવામાં આવશે

 

મનરેગા યોજના અંતર્ગત રૂ. ૫૭ કરોડના ખર્ચે ૨૨૭૩ વિકાસકાર્યો સંપન્ન કરાશે, જેમાં ૩૫૧ જળસંચય અને જળસંગ્રહના સહિતના કામોનો પ્રારંભ કરાવશે

 

દૂધમતી નદી બારેમાસ વહેતી થાય એ માટે ૧૨ જેટલા જળસંચયના કાર્યોનો પ્રારંભ કરાશે, જેથી ૧.૩૭ લાખ ઘન મીટરથી વધુ જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે

 

ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. દ્વારા રૂ. ૧૩.૧૯ કરોડની ૬૬ કેવી ઘોડીયા સબસ્ટેશનની યોજના સાકાર કરવામાં આવશે

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૫૦ લાખના ખર્ચે કતવાર ઓક્સિજન પ્લાન્ટ માટેનો પ્રારંભ કરાશે

 

 પાણી પુરવઠા વિભાગની વિવિધ પાંચ યોજનાઓ રૂ. ૩૬૧.૭૫ કરોડને ખર્ચે સંપન્ન કરાશે

 

દાહોદ તા.10

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૦ એપ્રીલ, બુધવારે દાહોદનાં આંગણે પધારનાર છે. તેઓ સ્માર્ટ સીટી દાહોદમાં રૂ. ૧૭૪.૫૫ કરોડના સાત નવા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રૂ. ૪૩૭.૨૪ કરોડનાં વિકાસકાર્યોનો પણ જિલ્લામાં પ્રારંભ કરાવશે. જેમાં જળસંચયના કામો, વિવિધ જુથ પાણી પુરવઠા યોજનાઓ, સબસ્ટેશન, ઓક્સિજન પ્લાન્ટ સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. 

 પ્રધાનમંત્રીશ્રી દાહોદ જિલ્લામાં જે યોજનાઓનો શુભારંભ કરાવશે તેની વિગેતે વાત કરીએ. જિલ્લામાં સિંગવડ ખાતે રૂ. ૩.૭ કરોડના ખર્ચે કોમ્યુનિટિ હોલનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત રૂ. ૫૭ કરોડના ખર્ચે ૨૨૭૩ વિકાસકાર્યો સંપન્ન કરાશે. જેમાં ૩૩ પંચાયત ઘર, ૩૦૦ સામુહિક કુવા, ૩૦૦ ગ્રામ્ય રસ્તા, ૧૨૦૦ કેટલ શેડ, ૮૯ મરઘાં શેડ, ૩૫૧ જળસંચય અને જળસંગ્રહના કામોનો પ્રારંભ કરાશે. 

 તદ્દઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂ. ૧.૧ કરોડને ખર્ચે મનરેગા યોજના અંતર્ગત નીમનળિયા ગ્રામ પંચાયતમાં દુધીમતી નદીનું ઉદગમ સ્થાન આવેલું છે તે નદી બારેમાસ વહેતી થાય અને આસપાસની જમીનના જળસ્તર ઊંચા આવે તે માટે ૧૨ જેટલા કામો હાથ ધરાશે. જે પૈકી બે ચેકડેમ, પાંચ ગલી પ્લગ, ૧ નાળા પ્લગ, ૧ ગેબીયન સ્ટ્રકચર, ૧ સ્ટોન બંડ અને સ્ટોન પીચીગનું કામ, ૧ તળાવ ઊંડા કરવાના કામ, ૧ પ્લાન્ટેશન સહ કન્ટુર ટ્રેન્ચનું કામ પૂર્ણ કરાશે. આ જળસંચયના કામો થકી ૧.૩૭ લાખ ઘન મીટરથી વધુ જળ સંગ્રહ શક્તિમાં વધારો થશે. 

 પાણી પુરવઠા વિભાગ દ્વારા કડાણા બલ્ક પાઇપલાઇન ઇન્ટેકથી કાલીયા હેડ વર્કસ – રૂ. ૪૦.૪૨ કરોડ, કડાણા બલ્ક પાઇપ લાઇન ચીખલીથી સાગડાપાડા હેડવર્કસ રૂ. ૫૪.૨૦ કરોડ, ઝાલોદ ઉતર જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૪૮.૭૦ કરોડ, ઝાલોદ દક્ષિણ જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૯૪.૫૫ કરોડ, પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના રૂ. ૧૨૩.૮૮ કરોડના ખર્ચે યોજનાને સંપન્ન કરાશે. 

 આ ઉપરાંત ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી. દ્વારા રૂ. ૧૩.૧૯ કરોડની ૬૬ કેવી ઘોડીયા સબસ્ટેશનની યોજના સાકાર કરવામાં આવશે. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૫૦ લાખના ખર્ચે કતવાર ઓક્સિજન પ્લાન્ટ માટેનો પ્રારંભ કરાશે.

 પ્રધાનમંત્રી શ્રી મોદી જિલ્લામાં રૂ. ૬૧૧.૭૯ કરોડના ઉક્ત વિકાસકાર્યોનો પ્રારંભ કરાવશે જે જિલ્લામાં વિકાસના બુસ્ટરડોઝ સમાન બની રહેશે.

Share This Article