ઉત્તરાયણ પર્વને લઇ વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરા,તુક્કલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડી ચેકીંગ હાથ ધરાઈ

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર નગરમાં ઉત્તરાયણ પર્વને લઇ ચાઈનીઝ દોરા નુ વેચાણ થાય છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ.વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું,કરુણા અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકામાં પશુ ચિકિત્સકો મુકાયા,પોલીસ અને મામલતદાર દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરાઈ.પરંતુ રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરા, તેમજ તુક્કલની ઓનલાઇન ખરીદી બાબતે કોઈ નક્કર પગલાં ન ઉઠાવતા ઓનલાઇન ખરીદીમાં કડાકો,

સુખસર તા.08

ફતેપુરા તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઇ પતંગ દોરી નું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પોલીસ અને મામલતદાર દ્વારા ચાઇનીઝ દોરી નું વેચાણ કરે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ હતી જેને લઇને કેટલાક દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.ઉતરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ ઉડાડતી વખતે દોરીથી પશુ પક્ષીઓ ને કોઈ નુકસાન કે વ્યક્તિઓને કોઈ જાનહાનિ ન થાય તે સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા પશુ સારવાર વિભાગ વીજ કંપની ને તકેદારી રાખવા જાણ કરી દેવાઇ છે તેમજ ઉતરાયણ પર્વ ઉજવતા લોકોને પણ ધ્યાન રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે મોટેભાગે ચાઈનીઝ દોરીથી નુકસાન થતું હોય છે તેમજ રાત્રીના સમયે આકાશ મા ઉડાડવામાં આવતા ગુબ્બારા જેનાથી  આગ લાગવાની સંભાવના રહેલી હોય છે. જેને લઇને ફતેપુરા મામલતદાર એન આર પારગી, પી.એસ.આઇ એસ.એન બારીયા દ્વારા સુખસર અને ફતેપુરાના બજારોમાં પતંગ દોરી નું વેચાણ કરતા દુકાનદારોની ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરાઇ હતી અને  ચાઈનીઝ દોરા નુ વેચાણ થાય છે કે કેમ તેની તપાસ હાથ ધરાઇ હતી તપાસ શરૂ કરાઇ હોવાની વાતને લઇ કેટલાક દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું ચાઈનીઝ દોરા કે ગુબ્બારા નું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસ મથકે જાણ કરવી તેવી સૂચના ઓ મામલતદાર દ્વારા આપવામાં આવી હતી.

Share This Article