
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના સહાડા ગામેથી પોલીસે 1.34 લાખનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ફોરવીલ ગાડી ઝડપી:ચાલક ફરાર
ગરબાડા તા.12
ગરબાડા તાલુકાના સાહડા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન 1,34,000 ના વિદેશી દારૂના જથ્થા સાથે એક ફોર વીલર ગાડી ને જપ્ત કરી વિદેશી દારૂ લાવનાર બુટલેગર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના સહાડા ગામે પોલીસે નાકાબંધી દરમિયાન સામેથી આવતી Gj.20. A-6678 સ્કોર્પિયો ગાડીના રોકવાનો પ્રયાસ કરતા સ્કોર્પિઓ ચાલક ગાડી રોડની સાઈડમાં ઉતારી અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 1,34,400 ના વિદેશી દારૂ તેમજ બિયર ના ટીન ની 1344 બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયા કિંમતની સ્કોર્પિયો ગાડી મળી કુલ 4,34,400 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલ દારૂના કારોબાર માં સામેલ બુટલેગર ની સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.