
કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાના સીંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે એમબીબીએસ ડોક્ટર થી ચાલતું સરકારી દવાખાનું
સીંગવડ તા. 07
સીંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટરથી આખુ દવાખાનુ ચાલી રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૪ એમબીબીએસ ડોક્ટર હોવા જોઈએ તેની જગ્યાએ ખાલી બે ડોક્ટર હોય એમાં પણ આરોગ્ય કેન્દ્ર ચોવીસ કલાક ચાલુ હોય તેમાં ડોક્ટર દ્વારા સરકારી કાગળો પોલીસ ને લગતા કાગળો અને કોર્ટમાં જવાનું હોય તો કઈ રીતે દવાખાનું ચલાવવું એ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે દાસા ના પી એસ સી દવાખાનામાં ત્રણ એમબીબીએસ ડોકટર એક આયુષ ડોકટર એક વધુ કલ્યાણ આયુષ ડોકટર જ્યારે ફિલ્ડ માં ફરવા વાળા બે ડો .એમ કરીને કુલ સાત ડોક્ટરોની સંખ્યા હોય તો સિંગવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી બે ડોક્ટર થી દવાખાનુ ચલાવવામાં આવે છે જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની જરૂર હોવા છતાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર ની ભરતી થતી નથી તેમ લાગી રહ્યું છે કે પછી સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર ને પસંદ નથી તેમ લાગી રહ્યું છે જ્યારે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર આવે છે તે ખાલી એક કે બે મહિના માં પાછા બદલી કરાવીને જતા રહેતા હોય છે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર માં એક્સ રે મશીન પણ છે પરંતુ તેને ચલાવવા માટે તેનો ટેકનિકલ નહી હોવાના લીધે એક્સ રે મશીન પણ ધૂળ ખાતુ હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બાળ સેવા કેન્દ્ર માં પણ ઘણી ભીડ થતી હોય છે પરંતુ બાળકોનો નિષ્ણાત ડૉ અઠવાડિયામાં બે દિવસ આવે તો બાળકોની તપાસ કરીને ગરીબ લોકોને ગોધરા દાહોદ સુધી લાંબુ નથી થવુ પડે જ્યારે સ્ત્રીઓના ગાયનેક ડોક્ટરની પણ આ દવાખાનામાં જરૂરિયાત હોય પણ તે પણ અઠવાડિયામાં બે દિવસ આવે તો સ્ત્રીઓના દવા માટે ગોધરા દાહોદ સુધી લાંબું નહીં થવું પડે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો ખાલી એમબીબીએસ ડોક્ટર 2 છે તો પછી આ બીજા ડોક્ટરને શું વાત કરવામાં આવે જો સરકારી તંત્ર દ્વારા આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૭૧ ગામડા આવેલા હોય તેમાં પીએસસી દવાખાના 8 આવેલા હોય છે જ્યારે પીએસસી દવાખાનામાં કોઈને સારું ન થાય તો ત્યાં સામૂહિક કેન્દ્ર દવાખાનામાં આવીને તપાસ કરાવી શકે તેમ છે પણ આ સામૂહિક કેન્દ્રમાં ડોક્ટર જ ઓછા હોવાથી અને તે 24 કલાક બે ડોક્ટરથી ચલાવવાનું હોય શું હાલત થાય તે એક વિચારવા જેવું છે પરંતુ ગામડાના ગરીબ દર્દીઓ ની શું હાલત થાય તે ચર્ચાનો વિષય છે જ્યારે આ દવાખાનામાં ચાર ડોક્ટર ની જરૂરિયાત પુરવા આવે અને લેબ ટેક્નિશિયન ની જગ્યા પણ ભરવામાં આવે તો આ ગામડાનો દર્દીઓન દાહોદ અને ગોધરા સુધી લાંબુ નથી થવુ પડે અને અહીંયા જ ફ્રી મા દવા થાય તેમ છે જો આ સામયિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ની ભરતી થાય તેવી ગામડાની ગરીબ પ્રજાની માંગ છે