કલ્પેશ શાહ :- સિંગવડ.
સીંગવડ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી
સીંગવડ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ના બાળ સેવા વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો સી એમ મછાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પોષણ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમમાં પોષણ માટે ની માહિતી સિંગવડ તાલુકા આર.બી એસ.કે ટીમ દાસા છાપરવડ અને હાંડી ના મેડિકલ ઓફિસર દ્વારા તેમજ સિંગવડ સી એમ ટી સી નૂટિસન આસિસ્ટન્ટ દ્વારા આપવામાં આવી લાભાર્થી બાળકોને કીટ વિતરણ અને માતાઓને પણ પોષણયુક્ત આહાર કીટ વિતરણ કરવામાં આવ્યું જ્યારે સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર સૈનિક મેડમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા