Wednesday, 05/02/2025
Dark Mode

દે.બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લાકડા ભરેલી ટ્રેક્ટર પલટતા ટ્રેક્ટરમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો રોડ પર ઢોળાયો:ચાલક ફરાર,9.55 લાખનો મુદ્દામાલ કબ્જે…

September 1, 2021
        1990
દે.બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લાકડા ભરેલી ટ્રેક્ટર પલટતા ટ્રેક્ટરમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો રોડ પર ઢોળાયો:ચાલક ફરાર,9.55 લાખનો મુદ્દામાલ કબ્જે…

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લાકડા ભરેલો ટ્રેક્ટર પલટી મારતા, ટ્રેક્ટરમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો રોડ પર ઢોળાયો,ચાલક ફરાર

પોલીસે 9.55 લાખનો વિદેશી દારૂ સહીત 10.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

દાહોદ તા.૦૧

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભુતીયા ગામે ભથવાડા ટોલનાકા પાસે હાઈવે રોડ પર પીપલોદ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યાં જેવો બનાવ બનવા પામ્યો છે. એક ટ્રેક્ટરની ટ્રોલી પલ્ટી ખાતાં ટ્રોલીમાં લદોલત ભરેલ વિદેશી દારૂ રસ્તા પર ઢોળાતાં આ મામલાની જાણ પીપલોદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે માત્ર ટ્રોલી મુકી ટ્રેક્ટરનો ચાલક નાસી જતાં પોલીસે ટ્રોલીમાંથી વિદેશી દારૂનો કિંમત રૂા.૯,૫૫,૯૩૫ના પ્રોહી જથ્થા સાથે ટ્રોલીની કિંમત મળી કુલ રૂા.૧૦,૦૫,૯૩૫નો મુદ્દામાલ પોલીસે કબજે લીધાંનું જાણવા મળે છે પરંતુ સમગ્ર મામલમાં ટ્રેક્ટરનો નંબર અને ચાલકનું નામ સરનામું પોલીસને નહીં મળતાં આ પ્રોહી જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણે ત્યાં પહોંચાડવામાં આવતો હતો તે એક યક્ષ પ્રશ્ન સમાન પોલીસ માટે કોયડો બની રહેશે તેમ કહીએ તેમા કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. કારણ કે, ટ્રોલીની પાછળ કે કોઈપણ ભાગે ટ્રેક્ટરનો નંબર નહીં હોવાને કારણે આ ટ્રેક્ટર કોનું હતું અને ચાલક કોણ હશે તે જાણવું પોલીસ માટે મુશ્કેલ લાગી રહ્યું છે.

 

ગત તા.૩૧મી ઓગષ્ટના રોજ ભુતીયા ગામે ભથળાડા ટોલનાકા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી એક ટ્રેક્ટર ટ્રોલી સાથે પસાર થઈ રહ્યું હતું પરંતુ અકસ્માત સર્જાતાં ટ્રેક્ચરની ટ્રોલીમાં વિદેશી દારૂ રસ્તા પર ઢોળાઈ ગયો હતો. આ ઘટના બનતાંની સાથે ટ્રેક્ટરનો ચાલક નંબર વગરની ટ્રોલી સ્થળ પરજ મુકી ટ્રેક્ટર લઈ નાસી ગયો હતો. ઘટનાની જાણ પીપલોદ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રેક્ટરની ટ્રોલીમાંથી વિદેશી દારૂ તથા બીયરની પેટીઓ નંગ.૧૪૨ જેમાં કુલ બોટલો નંગ.૪૩૨૦ કિંમત રૂા.૯,૫૫,૯૩૫ ના પ્રોહી જથ્થા સાથે ટ્રેક્ટરની ટ્રોલીની કિંમત મળી કુલ રૂા.૧૦,૦૫,૯૩૫નો મુદ્દામાલ પીપલોદ પોલીસે કબજે લઈ ટ્રેક્ટરના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!