Thursday, 21/11/2024
Dark Mode

ભારતીય જનતા પાર્ટીના ખોટા દસ્તાવેજ ઉભા કરી મહેસુલી કર્મચારીઓને હેરાન કરતાં મંડળને રજૂઆત 

ભારતીય જનતા પાર્ટીના ખોટા દસ્તાવેજ ઉભા  કરી મહેસુલી કર્મચારીઓને હેરાન કરતાં મંડળને રજૂઆત 

 કપિલ સાધુ @ સંજેલી 

સંજેલીમાં ભારતીય જનતા પક્ષનો ખોટો દસ્તાવેજ ઉભો કરી મહેસુલી કર્મચારીઓને હેરાન કરતાં મંડળને રજૂઆત

 સંજેલી તા.26

  સંજેલી તાલુકાના મહેસુલી કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીનો ખોટો લેટર પેડ બનાવી નેનકી ગામના માજી સરપંચ ઇશ્વરભાઇ પટેલ દ્વારા કરાતી ખોટી હેરાનગતિથી કંટાળીને સંજેલી મહેસુલ મંડળ દ્વારા જિલ્લા મહેસુલી મંડળ તથા સંજેલી તાલુકા ભાજપા પ્રમુખને લેખિત રજૂઆત કરી ફોજદારી કાર્યવાહી કરવા અંગેની ચિમકી ઉચ્ચારવામાં આવતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે

સંજેલી તાલુકામાં કામ કરતાં મહેસુલી કર્મચારીઓને નેનકી ગામના માજી સરપંચ ઇશ્વરભાઇ કલાલ (પટેલ )દ્વારા સંજેલી તાલુકાના મહેસુલી કર્મચારીઓ તેમજ અધિકારીઓને જાણીબૂઝીને ખોટી અરજીઓ કરી સંજેલી તાલુકાની ગરીબ આદિવાસી પ્રજાના ઉછીના કાર્યો કરાવી આપવાના બહાને હાથ ઉપર લઇ અધિકારી તેમજ કર્મચારી જોડે સત્તાનિ નશામાં રોફ જાડિ ને બ્લેકમેલિંગ કરી નાણાં ખંખેરવાનું કાર્ય કરવામાં આવે છે ભારતીય જનતા પક્ષનો ખોટો બનાવટી દસ્તાવેજ ઉભો કરી મહેસુલી તેમજ તાલુકા પંચાયતના વિભાગના કર્મચારીઓના નામ લખી ખોટી ફરિયાદ અરજીઓ લખી કર્મચારીઓને હેરાન કરવાનું કામ કરે છે આ વ્યક્તિ દ્વારા ભારતીય જનતા પક્ષનો ખોટો લેટર પેડ બનાવી તેનો દૂર ઉપયોગ કરતા હોવાની જાણ થતાં તેની સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા મહેસુલી મંડળ અને સંજેલી તાલુકા પાર્ટી પ્રમુખને સંજેલી તાલુકા મહેસુલી મંડળ દ્વારા  લેખિત રજૂઆત કરવામાં આવી છે.

error: Content is protected !!