જીગ્નેશ બારીયા :- દાહોદ
દે.બારિયા તાલુકાના કાળીડુંગરી ગામના યુવકને પરીક્ષાની ઓનલાઈન ફી ભરવાનું મોંઘુ પડ્યું
ગઠિયાએ મદદ કરવાનાં બહાને 94 હજાર પડાવ્યા
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ૪૬ વર્ષીય વ્યક્તિએ બેન્કની પરીક્ષાની ફી એક એપ્લીકેશનના માધ્યમથી પોતાના ક્રેડીટ કાર્ડના માધ્યમથી ભરતાં આ ફી ત્યાં પહોંચી ન હતી જેથી વ્યક્તિએ એપ્લીકેશનમાં દર્શાવેલ હેલ્પલાઈન પર ફોર કરતાં હેલ્પલાઈન નંબરવાળા વ્યક્તિએ વ્યક્તિના બે અલગ અલગ બેન્કખાતામાં કુલ રૂા.૯૪,૪૪૨ રૂપીયા ક્રેડીટ કાર્ડ અને મારફતે ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતાં આ મામલે પોલીસમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવા પામી છે.
ગત તા.૨૬મી જુલાઈના રોજ મુળ વડોદરામાં રહેતાં અને હાલ દેવગઢ બારીઆ નગરમાં પાલિકાની સામે રહેતાં ૪૬ વર્ષીય રાકેશકુમાર સતીષકુમાર સિન્હાએ તારીખ ૨૬મી જુલાઈના રોજ બેન્કની પરીક્ષાની ફી ભરવા માટે કાળીડુંગરી ગામે આળેલ એસ.બી.આઈ. બેન્ક ખાતે પહોંચ્યાં હતાં જ્યાંથી તેઓએ સી.આર.ઈ.ડી. એપ્લીકેશનથી આઈ.સી.આઈ.સી.આઈ. બેન્કના પોતાના ક્રેડીટ કાર્ડથી બે વખત ફી જમા કરાવી હતી તે ફીના નાણાં ત્યાં પહોંચ્યાં ન હોય તેના ખાતામાં પણ આવેલ ન હોય જેથી ગુગુલની સાઈડ પર જઈને સી.આર.ઈ.ડી. એપ્લીકેશનનો હેલ્પલાઈન નંબર સર્ચ કર્યાે હતો જ્યાં ૮૫૮૩૦૨૦૧૯૮ નંબર હેલ્પલાઈનનો આપ્યો હતો. આ નંબર પર રાકેશકુમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરી હતી. અજાણી વ્યક્તિના જણાવ્યાં અનુસાર, રાકેશકુમારનું નામ, સરનામું તથા તેની ક્રેડીટ કાર્ડની માહિતી મેળવી અને રાકેશકુમારને કહેલ કે, તમારા ફોનમાં એક ચાર આંકડાનો પીન આવશે તે આપો તો ખરેખર તમે છો તે ખાત્રી થશે અને વધુમાં કહેલ કે, આ તમારી માહિતી ખુબજ ગુપ્ત છે અને તમને હું જણાવું તેમ તમારી સી.આર.ઈ.ડી. એપ્લીકેશનમાં બધુ વસ્તુ લખો, તેમ કહી રાકેશકુમારને વિશ્વાસમાં લઈ આ દરમ્યાન બે વખત ચાર આંકડાનો પીન રાકેશકુમારના મોબાઈલ ફોન પર આવ્યો હતો અને આ ચાર આંકડાનો પીન સી.આર.ઈ.ડી.એપ્લીકેશનમાં રાકેશકુમારે લખ્યો હતો. સી.આર.ઈ.ડી. એપ્લીકેશનમાં ચાર આંકડાનો પીન નાંખતાની સાથે જ રાકેશકુમારના આઈ.સી.આઈ.સી. બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી રૂા.૪૫,૬૯૮ અને એસ.બી.આઈ. બેન્કના ક્રેડીટ કાર્ડમાંથી ૪૮,૭૪૪ એમ કુલ મળી રૂા.૯૪,૪૪૨ની રકમ મોબાઈલ નંબરવાળી અજાણી વ્યક્તિએ ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમથી ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરતાં આ સંબંધે રાકેશકુમાર સતીષકુમાર સિંન્હાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-