સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા વેપારીઓ સાથે કોરોના ગાઇડલાઇનના પાલન માટે મીટીંગ યોજાઈ…

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ દ્વારા સીંગવડના વેપારીઓની મીટીંગ યોજવામાં આવી       

સીંગવડ તા.11

સિંગવડ તાલુકા માં રણધીકપુર પીએસઆઇ પટેલ દ્વારા સીંગવડના વેપારીઓને બોલાવીને તેમને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે અને ગ્રાહકોને પણ માસ્ક પહેરવા માટે ફરજિયાત કહેવામાં આવ્યું હતું.જ્યારે ગ્રાહકને પણ વેપાર

#paid pramotion

Contact us :- sunrise public school 

લઈને ફટાફટ રવાના કરી દેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જ્યારે વેપારીઓ દ્વારા કોરોનાની વેક્સિન નહિ લીધી હોય તો વહેલી તકે લઈ લેવા જણાવ્યું હતું આના માટે પીએસઆઇ પટેલ દ્વારા જો વેપારી મિત્રોને વેક્સિન ની રસી તાત્કાલિક નહી આપતા હોય તો તેમને પહેલા આપવા માટે જરૂર પડે તો ઉપર આરોગ્ય ખાતાના સરકારી અધિકારીઓને વાત કરીને ફટાફટ વેક્સિન આપવામાં આવશે જ્યારે આવેલા વેપારીઓ દ્વારા વેક્સિન તો લઈ લેવામાં આવ્યું છે પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જેમને વેક્સિન લીધી છે તેમને મોબાઇલમાં કે સર્ટિફિકેટ ન આપવામાં આવતાં વાંધો ઉઠાવ્યો હતો જ્યારે આના માટે પીએસઆઇ પટેલ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી ટી.એચ.ઓ ને જાણ કરી હતી અને કહ્યું હતું કે તેમને વેપારીઓને તેમના મોબાઇલમાં મેસેજ  આવી જાય સર્ટિફિકેટ આપવા જણાવવામાં આવ્યું હતું અને તેમણે સર્ટિફિકેટ આપવામાં આવે તો તે તેમની દુકાન પર મૂકી શકે અને સરકારી અધિકારી કોઈ આવે તો તેમને બતાવી શકીએ તેના માટે સર્ટિફિકેટ આપવા જણાવવામાં આવ્યું હતું જ્યારે પીએસઆઇ પટેલ દ્વારા ત્રીજી લહેર આવે તો આપણે બચી શકીએ તે માટે માસ્ક પહેરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો જો વેપારીઓ માસ્ક વગર દેખાશે તો સરકારશ્રીએ નક્કી કર્યા મુજબ ૧૦૦૦નો દંડ નહીતો જામીન કરવા પડશે તેમ કહેવામાં આવ્યું હતું માટે વેપારી મિત્રો દુકાને બેસો તો માસ્ક જરૂર પહેરવાનું રાખો એમ રણધીકપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું

Share This Article