મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા યાત્રા યોજાઈ, ધારાસભ્ય સાંસદ અને મંત્રીના હસ્તે નવીન 108 નું લોકાર્પણ કરાયું

હિતેશ કલાલ સુખસર

ફતેપુરા નગરમાં શુક્રવારના રોજ એકતા યાત્રાનું આયોજન કરાયું હતું 150મી ગાંધીજયંતી નિમિત્તે સાંસદ જશવંતસિંહ ભાભોર શહીદ પદાધિકારીઓ દ્વારા સગર્ભા યાત્રા કાઢવામાં આવી હતી તેમ જ સ્વચ્છતાના સંકલ્પ લેવાયા હતા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો.
ફતેપુરા નગરમાં ગાંધી જયંતી નિમિત્તે સાંસદ વિસ્તારમાં એકતા યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર મંત્રી બચુભાઇ ખાબડ ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પારગી જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર માર્કેટ યાર્ડ ચેરમેન પ્રફુલભાઈ ડામોર સહિત તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આઈ કે દેસાઇ હાઈસ્કુલ ખાતેથી એકતા યાત્રા શરૂ કરાઇ હતી અને નગરમાં ફરી માર્કેટયાર્ડ ખાતે પુર્ણાહુતી કરાઇ હતી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ રસ્તા બાબતના સંકલ્પ લેવામાં આવ્યા હતા અને તાલુકામાં નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Share This Article