રાહુલ મહેતા :- દે.બારીયા
દે.બારીયાના નગરના એક બંધ મકાનને નિશાન બનાવતાં તસ્કરો, સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી 64 હજારની માલમત્તા પર હાથફેરો કરી થયાં રફુચક્કર
પોલીસની નાઈટ પેટ્રોલીંગ તેમજ રાત્રી કર્ફ્યુ ની વચ્ચે તસ્કરોએ બેકોફરીતે ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસની નબળી કામગીરી છતી થઇ
દાહોદ તા.૦૭
દેવગઢ બારીઆ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના, ચાંદીના દાગી, રોકડા રૂપીયા મળી કુલ રૂા.૬૪,૮૦૦ની મત્તા ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાં પામી છે.
# Paid pramotion
Contact us :- sunrise Public school
દેવગઢ બારીઆ નગરમાં સ્ટેશન શેરી, શો રૂમની પાછળ રહેતાં ચંચલબેન ધર્મેન્દ્રકુમાર શર્માના બંધ મકાનને ગત તા.૦૫ જુનના રોજ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો. ઘરમાં મુકી રાખેલ સોના, ચાંદીના દાગી તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૬૪,૮૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ચંચલબેન ધર્મેન્દ્રકુમાર શર્માએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-