Sunday, 13/07/2025
Dark Mode

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું 

May 16, 2021
        1031
તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું 

  જીગ્નેશ બારીયા :- દાહોદ લાઈવ ડેસ્ક...

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું 

 દાહોદના આકાશમાં કાળા ડીબાંગ વાદળોની ફોજ ઉમટતા એક તબક્કે અંધકાર છવાયો 

કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ: મુંગા પશુઓને ઘાસચારો પલળ્યો 

 તાલુકા મથકો પર ધૂળની ડમરીઓ સાથે ઠંડા પવન ફૂંકાયા: ફેર વીજળી ડૂલ થતા જીઈબીના ફોન સતત રણકતા રહ્યા 

દાહોદ તા.16

દાહોદ શહેર સહિત જીલ્લામાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણી જગ્યાએ વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે સાંજના પાંચ વાગ્યા બાદ પવનના સુસવાટા સાથે અને વાવાઝોડા સાથે શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.

વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડું તેમજ પવનનાં સુસવાટા સાથે શહેર સહિત જિલ્લામાં વરસાદ વરસ્યો હતો ખેડૂત મિત્રો માં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે એપીએમસી સહિતના અનાજના ગોડાઉનમાં વેપારીઓમાં દોડધામ પણ મચી હતી ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને તે ઉપરાંત વાવાઝોડાના પગલે કાચા મકાનોના પતરા પણ લગભગ દાહોદ જિલ્લામાં આજથી જોવા મળ્યો હતો ત્યારે વાવાઝોડાના પગલે તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું અને પુરવઠો ખોરવાયો હતો ત્યારે અસહ્ય બફારાથી આજના વરસાદી માહોલ લોકોને રાહત મળી હતી.

સંજેલીમાં ભારે બાફ-ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદ પડતાં નગરમાં ઠંડક ભર્યું માહોલ જામ્યું

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું કપિલ સાધુ :- સંજેલી 

સંજેલીમાં ગાજવીજ,ઠંડા પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો.સંજેલીમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો.

સંજેલીમાં સવારની પરોઢે આગઝરતી ગરમીના પારાએ રફતાર પકડી હતી.ત્યારે દિવસભર પ્રજાના આગઝરતી ગરમી,તડકાનો સામનો કરી રહી હતી.ત્યારે બપોરની પરોઢે અચાનક કમોસમી વરસાદ ખાબકતા નગરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.નગરમાં ઠંડક ભર્યો માહોલ પ્રસરતા ગ્રામજનોએ ઠંડકનો અહેસાસ અનુભવ્યો હતો.ત્યારે સંજેલીમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાથી ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જેના કારણે ખેડૂતોએ પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો ભીનો થવાની શક્યતાઓ વર્તી હતી જેના કારણે યુદ્ધના ધોરણે ખેડૂતો પશુઓના ખોરાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી ઠંડા પવન સાથે કમોસમી વરસાદ પડ્યા ગરમીથી રાહત અનુભવી હતી.પ્રથમ વરસાદ પડતા જમીનથી પાણી સ્પર્શ થતા માટીની સુગંધિત સુવાસ ચારેકોર પ્રસરી જવા પામી હતી .                            

સુખસર સહિત પંથકમાં પવન સાથે અમીછાટણા થતા ઠંડક પ્રસરી:પંથકમાં ચારેક વાગ્યાથી વાવાઝોડા બાદ વરસાદી માહોલ સર્જાયો

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું બાબુ સોલંકી :- સુખસર

સુખસર÷સુખસર પંથકમાં સામાન્ય વાવાઝોડાથી લાઇટો ડૂલ જ્યારે આવનાર ચોમાસાના સમયમાં પ્રજાની હાલત શું? અને વહીવટી તંત્ર પાસે કોઈ આયોજન છે કે કેમ?તેવા પણ ઉદભવેલા પ્રશ્નો.

આજરોજ દિવસ દરમિયાન સખત ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા.ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઉત્તર દિશામાંથી આવેલા વાવાઝોડા બાદ સાંજના ચારેક વાગ્યાના અરસામાં વરસાદી માહોલ સર્જાયો હતો.

અને અમી છાંટણા થતા લોકોએ ઠંડકનો માહોલ સર્જાતા હાશકારો અનુભવ્યો હતો.ત્યારબાદ અમી છાંટણા થતાં બાળકો સહિત પ્રજાજનોમાં આનંદ જોવા મળતો હતો.જોકે સુખસર સહિત પંથકમાં ક્યાંકને ક્યાંક પહેરેલ કપડા ભીંજાય જાય તેવા અમીછાંટણા થતા પ્રજાજનોમાં આનંદ જોવા મળતો હતો.ચોમાસુ આગાઉ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.અને ખેડૂતોએ વહેલી તકે વરસાદ આવે અને પોતાની ખેતીવાડીમાં બિયારણની વાવણી કરી મુક્ત થાય તેવી મનેઈચ્છા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

ઝાલોદ તાલુકાના લીમડીમાં મીની વાવાઝોડા સાથે વરસાદી ઝાપટુ પડતા ઠંડક પ્રસરી

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું 

સૌરભ ગેલોત/સુમિત વણઝારા, લીમડી 

તાઉ-પે વાવાઝોડાની ઇફેક્ટના પગલે ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં સાંજના સમયે મિની વાવાઝોડા સાથે ઠંડા પવન ફુંકાતા લીમડીના મુખ્ય બજાર,સુભાષ ચોક તેમજ દાહોદ રોડ પર ધૂળની ડમરી ઊડતી જોવા મળી હતી.અને તેના થોડા સમય પછી એટલે કે આશરે ૨૦થી ૩૦ મિનિટ પછી લીમડી નગરમાં વરસાદ આવ્યો હોય તેવું લાગ્યું હતું અને તેના પછી લીમડી નગરમાં ધીમી ધારે વરસાદ પડ્યા બાદ વરસાદ બંધ થતાં વાતાવરણ ખુબ જ સુંદર અને નરરમ્ય બન્યું હતું આકાશમાં ચારેબાજુ કાળા ડિબાંગ વાદળ અને ઠંડા પવન ફુંકાતા વાતાવરણ ખૂબ જ રમણીય દ્રશ્ય બન્યું હતું.

સીંગવડ પંથકમાં પણ તોફાની પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ટાઢક પ્રસરી

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના સીંગવડ બજારમાં આજે બપોર બાદ વાવઝોડાની અસરો જોવા મળી હતી. સાંજના સમયે પવન સાથે વરસાદ પડ્યો તથા આજુબાજુના વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદના ઝાપટાં પડયા હતા આ કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો ઘાસચારો પલળતા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

ગરબાડામાં કમોસમી વરસાદના પગલે રોડ પર ગટરના પાણી ફરી વળ્યાં: વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી 

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું ગરબાડા પંથકમાં પણ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો ઘાસચારો પાણીમાં પલળી જવા પામ્યો હતો. આજે દિવસભર આકરી ગરમી પડ્યા બાદ અચાનક સાંજના સમયે મિની વાવાઝોડા સાથે ઠંડા પવન ફુંકાતા ધૂળની ડમરી ઉડતા ધૂળિયું વાતાવરણ જોવા મળી હતી. અને સાંજના 5 વાગ્યાના સુમારે પવન સાથે વરસાદી માહોલ જામતા કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદના પગલે ગરબાડા પંથકનાં ખેડુતોમાં ભારે નુકશાન પહોંચવાના એંધાણ જોવાઈ રહ્યા છે. 

ફતેપુરા પંથકમાં કાળાડિબાંગ વાદળોની વચ્ચે કમોસમી વરસાદી ઝાપટા સાથે ઠંડા પવન વાતાવરણ મનોહર થયું: કમોસમી વરસાદના પગલે ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચવાની ભીતિ

તાઉ-પે વાવાઝોડા ઇફેક્ટના લીધે દાહોદમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો:શહેર સહિત જિલ્લામાં ઠેર-ઠેર મિની વાવઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યું 

 શબ્બીર સુનેલવાલ /વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ગુજરાતના દરિયા કિનારે કિનારે વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના વચ્ચે દાહોદમાં પણ વાવાઝોડાની ઇફેક્ટ જોવા મળી હતી. જેના પગલે ફતેપુરા પંથકમાં પણ દિવસભર આકરા તાપ બાદ સાંજના સુમારે કાળા ડીબાંગ વાદળાઓ ઉમડી પડતા પંથકમાં વાવાઝોડા રૂપી ઠંડા પવનની સાથે કમોસમી વરસાદ વરસતા વાતાવરણ મનમોહક થવા પામ્યું હતું. જોકે અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. મૂંગા પશુઓ માટે બહાર મૂકેલાં ઘાસચારો પડી જતા જગતનો તાત ચિંતામય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!