સંતરામપુર નગરમાં કોરોના નું સંક્રમણ વધવા પામતાં નગરપાલિકા દ્વારા રવિવાર બજાર બંધ રાખવાનું સુચના આપવામાં આવી
સંતરામપુર તા.03
સંતરામપુર નગરમાં છેલ્લા છ દિવસમાં કોરોનાની સંખ્યાનું પ્રમાણ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સંતરામપુર નગરના દરેક વિસ્તારોમાં ઘરે ઘરે કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળી રહ્યા છે.મહિસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સંતરામપુરમાં ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર માટે પરમિશન આપવામાં આવેલી છે.જેમાં દેવ સત્ય હોસ્પિટલ પારસમણી હોસ્પિટ આ તમામ હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર દર્દીઓ વધુ પ્રમાણમાં જોવાઈ રહેલા છે સંતરામપુર ના અલગ અલગ વિસ્તારોમાં ભોઈવાડા નવા બજાર મોટા બજાર લોડ બજાર અમરદીપ સોસાયટી મંગલ જ્યોત ગોધરા ભાગોળ મોટા બજાર પ્રતાપપુરા વિસ્તાર ગ્રામ્ય વિસ્તારના gotti બાબરોલ ધીરે ધીરે કોરોના ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે સંતરામપુર નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ખતરારૂપ સાબિત થઇ રહ્યું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના ના ટેસ્ટ કરવામાં આવતા જેમાં એમ.જી.વી.સી.એલના છ કર્મચારી પોઝિટિવ આવ્યો હતો.સરકારી કર્મચારીઓ દુકાનદારો દરેક જગ્યાએ હવે ધીરે ધીરે સંક્રમણ વધી રહ્યું છે જેથી કરીને નગરપાલિકાના ચીફ ઓફિસરે આજે જાહેરાત કરી કે સંતરામપુર રવિવારના રોજ સદંતર બંધ રાખવામાં આવશે અને સૂચનાનું પાલન કરવાની છે જો કોઈ પણ વ્યક્તિ કે વેપારી સૂચનાનું પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.