Friday, 22/11/2024
Dark Mode

દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ નિયમો નેવે મૂકી હોળી રમ્યા:વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર:સરકારી કચેરીમાં જ સરકારી નિયમોની ઐસીતૈસી થતાં સામાન્ય લોકોમાં રોષ:

દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ નિયમો નેવે મૂકી હોળી રમ્યા:વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર:સરકારી કચેરીમાં જ સરકારી નિયમોની ઐસીતૈસી થતાં સામાન્ય લોકોમાં રોષ:

જીગ્નેશ બારીયા :- દાહોદ

  • દાહોદ જિલ્લા પંચાયતમાં કોરોનાના નિયમોના ધજાગરા
  • દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ નિયમો નેવે મૂકી હોળી રમ્યા
  • તબીબે વિડિયો ઉતારી લીધો
  • વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર
  • સરકારી કચેરીમાં જ સરકારી નિયમોની ઐસીતૈસી થતાં સામાન્ય લોકોમાં રોષ

દાહોદ તા.૨૭

દાહોદ જિલ્લામાં હાલ દિનપ્રતિદિન કોરોના સંક્રમણના કેસો કુદકેને ભુસકે વધી રહ્યાં છે. આવા સમયે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે મેળાવડા યોજવા તેમજ રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ ચાલુ રાખવા પર પ્રતિબંધ સહિત અનેક નિર્ણયો લઈ રહ્યાં છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં સોશીયલ મિડિયામાં વાઈરલ થયેલ એક વિડિયોને પગલે જાણે કોરોના કોરોના ગાઈડ લાઈનના છડેચોક ધજાગરા ઉડતાં હોય તેમ લાગી રહ્યું છે. આ વિડિયો છે દાહોદ જિલ્લા પંચાયતનો. દાહોદ જિલ્લા પંચાયતની કચેરીમાં છુટથી હોળી રમ્યા બાદનો આ વિડીયો એક તબીબે ઉતાર્યાે હતો અને જિલ્લા પંચાયતમાં રમવામાં આવેલ હોળી દરમ્યાન કલર જમીન પર વેરાયેલા હતાં તેનો સંપુર્ણ વિડીયો ઉતારી શોસિયલ મીડીયામાં વાઈરલ કર્યાે હતો અને વિડીયોમાં આ તબીબે એમ પણ જણાવ્યું હતું કે, આ મામલે ઉચ્ચસ્તરીય રજુઆત કરવામાં આવશે.

દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં કર્મચારીઓ નિયમો નેવે મૂકી હોળી રમ્યા:વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર:સરકારી કચેરીમાં જ સરકારી નિયમોની ઐસીતૈસી થતાં સામાન્ય લોકોમાં રોષ:

દાહોદ જિલ્લા પંચાયતમા આમ તો રજા હતી પરંતુ કોરોનાને કારણે જુજ કર્મચારીઓ હાજર હતા.ત્યારે છુટતી વખતે ઉજવણીના ઉન્માદમા આવા કેટલાક કર્મચારીઓએ હોળી રમી સરકારની માર્ગદર્શિકાની ઐસી તૈસી કરી દેતા ઘણા પ્રશ્નારથો સર્જાયા છે.

દાહોદ જિલ્લા પંચાયતમાં ચોથો શનિવાર હોવાથી રજા હતી જાે કે, કોરોના કાળ હોવાથી આવશ્યક સેવા સાથે જાેડાયેલા કર્મચારીઓ ફરજ પર રજા હોવા છતા હાજર હતાં.

રવિવારે હોળી છે પરંતુ આ વખતે કોરોનાને કારણે ધૂળેટી રમવા પર સરકારે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે તેમ છતાં દાહોદ જિલ્લા પંચાયતમા શનિવારે છૂટતી વેળાએ છૂટથી હોળી રમી હતી.તેના પુરાવા રૃપે આખી લોબીમા વિવિધ રંગ વેરાયેલા છે ત્યારે કાયદા શૂ માત્ર પ્રજા પુરતા જ મર્યાદિત છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.તેનો વિડીયો એક તબીબે જ વાયરલ કરયો છે.

ચુંટણીઓમા નેતાઓને કોરોનાના કાયદા નડતા નથી,આવા સરકારી બાબુઓને કોવિડ ની માર્ગદર્શિકા નડતી નથી ત્યારે બે ત્રાજવે ન્યાય કરતી સરકારે હવે પ્રજા સાથે અન્યાય બંધ કરવા જાેઈએ તેવા સૂર વ્યક્ત થઈ રહ્યા છે.

———————–

error: Content is protected !!