Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાના શિક્ષકને પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરાશે

ફતેપુરાના શિક્ષકને પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરાશે

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના શિક્ષકને પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરાશે, 15 જાન્યુઆરીએ તલગાજરડા( ભાવનગર) ખાતે યોજાશે કાર્યક્રમ

સુખસર તા.07

ભાવનગરના તલગાજરડા ખાતે 15 જાન્યુઆરીએ પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે ચિત્રકુટ પારિતોષિક સન્માનિત કાર્યક્રમમાં ફતેપુરા કન્યા શાળાના શિક્ષકની પસંદગી થઈ હતી જેને લઇને શિક્ષકોમાં આનંદ જોવા મળ્યો હતો

          રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ  દિગ્વિજયસિંહ જાડેજા  અને મહામંત્રી  સતીશ પટેલ ના  માર્ગદર્શન હેઠળ  દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક ની પસંદગી કરવામાં આવે છે અને ચિત્રકૂટ એવોર્ડ  માં પરમ પૂજ્ય વંદનીય  મોરારિબાપુના હસ્તે સન્માનિત કરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ 15 જાન્યુઆરીએ પૂજ્ય મોરારી બાપુના વતન તલગાજરડા ખાતે ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કાર્યક્રમ યોજાનાર છે જેમાં ફતેપુરા તાલુકાના કન્યા શાળાના મુખ્ય શિક્ષક દિનેશભાઈ પટેલ ની પણ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ હતી અને તેઓને પરમ પૂજ્ય મોરારિબાપુના હસ્તે સન્માનીત કરનાર હોવાનું જણાવ્યું છે જેને લઇને શિક્ષક જગત માં આનંદની લાગણી જોવા મળી હતી. રાજ્યના 33 જિલ્લાના 33 શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત  કરાનાર હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!