
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરાના સરસવા પૂર્વની દીકરીએ કઠોર મહેનતના પરિણામ સ્વરૂપે MBBSની પદવી હાંસલ કરી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું
સમસ્ત આદિવાસી સમાજ અને માલ પરીવારનું ગૌરવ વધારતી ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામની દીકરી ડૉ. રંજનાબેન રમણભાઈ માલ..
ફતેપુરા તા.09
ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ ગામની આદિવાસી પરિવારની દીકરી રંજનાબેન માલે વર્ષ ૨૦૧૬ માં પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજ,કરમસદ ખાતે MBBS અભ્યાસક્રમમાં એડમીશન મેળવેલ હતું.જે અભ્યાસક્રમમાં સાડા પાંચ વર્ષની સખત મહેનત બાદ રંજનાબેને વર્ષ ૨૦૨૩માં MBBS ની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી સમસ્ત માલ પરિવાર , આદિવાસી સમાજ તેમજ સરસવા પૂર્વ ગામનું અને ફતેપુરા તાલુકાનું ગૌરવ વધારવા બદલ ગામમાં એક ખુશીની લહેર જોવા મળેલ છે.અને આવનાર સમયમાં સમાજની હૃદયપૂર્વક સેવા કરી પોતાનું અને સમાજનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી તમામ ગ્રામજનોએ શુભેચ્છા પાઠવી હતી.