ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઇને આંદોલન પર ઉતર્યા,

Editor Dahod Live
1 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઇને આંદોલન પર ઉતર્યા,

સુખસર તા.30

ફતેપુરા તાલુકા સહિત તમામ તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષક સંઘ ના માર્ગદર્શન હેઠળ શનિવારે શાળા સમય બાદ શિક્ષકો આંદોલન માં બેઠા હતા વર્ષોથી પડતર પ્રશ્નોના નિરાકરણ ન આવતા શિક્ષકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવાયો હોવાનું જાણવા મળ્યું હતું

       ફતેપુરા તાલુકા સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો પર પ્રાથમિક શિક્ષકો શનિવારના રોજ ધરણા પર બેઠા હતા જેમાં શિક્ષકોના વર્ષોથી પડતર પ્રશ્નો નું નિરાકરણ જૂની પેન્શન યોજના ચાલુ કરો સી.સી.સી પરીક્ષામાંથી મુક્તિ આપો 2200 ગ્રેડ પે આપો ગામને શાળાથી વિહોણું ન કરો જેવા અનેક સળગતા પ્રશ્નો તેમ જ ભારતીય શિક્ષણ સંઘ અને રાજ્ય શિક્ષણ સંઘ ના પ્રશ્નો ની માંગણી કરવા માટે શિક્ષકો ધરણા પર બેઠા હોવાનું જાણવા મળ્યું હતું આ ધરણાના કાર્યક્રમમાં રાજ્ય  શિક્ષક સંઘના મંત્રી રમેશભાઈ મછાર ફતેપુરા તાલુકા ઘટક સંઘના પ્રમુખ સુખલાલ પરમાર મંત્રી રમણભાઈ પટેલ સહિત 100 થી વધુ શિક્ષકો ધરણામાં જોડાયા હતા. શિક્ષકો દ્વારા રામ ધુન શરૂ કરાઇ હતી.

Share This Article