Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:લોકડાઉનમાં પ્રતિબંધિત પાનમસાલાના 6 લાખ ઉપરાંતના જથ્થાને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ: કુલ ૧૪ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની અટકાયત

દાહોદ:લોકડાઉનમાં પ્રતિબંધિત પાનમસાલાના 6 લાખ ઉપરાંતના જથ્થાને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ: કુલ ૧૪ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બેની અટકાયત

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તા.૨૯

દાહોદ તાલુકાના દેલસર ગામે યશ કોમ્પલેક્ષની પાછળના ભાગે આવેલ શ્રીરામ કમ્પાઉન્ડમાં ગતરોજ એલ.સી.બી પોલીસને બાતમીના આધારે લોકડાઉનન દરમ્યાન આ વિસ્તારમાં ગેરકાયદે વિમલ પાન મસાલાના મોટા પાયે વાહનોમાં હેરાફેરી કરતાં તત્વો સામે પોલીસે લાલઆંખ કરી  વિમલ પાન મસાલા પેકેટ નંગ.૮૦૦ વિગેરે મળી કુલ રૂ.૬,૦૫,૦૦૦ નો જથ્થો જપ્ત કરી સ્થળ પરથી આયરસ ગાડી તથા બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂ.૧૪,૦૫,૦૦0 ના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી જેલ પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.

હાલ લોકડાઉનના સમયે વિમલ પાન મસાલા, તમાકુ વિગેરે જેવા વ્યસની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. લાલચુ વેપારીઓ દ્વારા આ ચીજવસ્તુઓનો મોટાપાયે સંગ્રહ કરી લોકો પાસેથી મનફાવે તેટલા પૈસા વસુલી લેતા હોય છે અને ખાસ કરીને લોકડાઉનના સમયે જાહેરનામામાં તમાકુના વેચાણ પર સખ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે છતાં મોટા મોટા વેપારીઓ દ્વારા રોકડી કરી લેવાના ઈરાદે અંદરખાને એકબીજાના મેળાપીપણામાં તમાકુનો માલસાલમા પણ આવશ્યક ચીજવસ્તુઓની આડમાં પણ ઘુસાડી વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી એલસીબીના પીઆઈ બી.ડી.શાહ અને મળતા તેઓએ પોતાની ટીમ સાથે  ગતરોજ દાહોદ તાલુકાના દેલસર ગામે યશ કોમ્પલેક્ષની પાછળના ભાગેથી દરોડો પાડી એક આઈસર ટેમ્પો તથા એક બોલેરો પીકઅપ ગાડી મળી આ બંન્ને ગાડીઓમાંથી જવન જરૂરીયાત આવશ્યક ચીજવસ્તુ સિવાયના વિમલ પાન મસાલા તેમજ તમાકુના મળી કુલ પેકેટ ૮૦૦ જેની કુલ કિંમત રૂ.૬,૦૫,૦૦૦ નો મળી બંન્ને વાહનો મળી કુલ રૂપીયા ૧૪,૦૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આ વાહનમાં સવાર યોગેશભાઈ દિનેશભાઈ જૈન (રહે. નવા બજાર ભાભરા, મધ્યપ્રદેશ, હાલ રહે.પંચમુખી હનુમાન મંદિર નજીક, દાહોદ) અને ફિરોજખાન આમીનખાન પઠાણ (રહે.કસ્બા પટણી ચોક,દાહોદ) એમ બંન્ને જણાની આ મુદ્દામાલ સાથે અટક કરી દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!