Wednesday, 30/04/2025
Dark Mode

સુખસર મહાદેવ મંદિર પરનું દબાણ દૂર કરવા ચીટનીશ ટુ કલેક્ટરે પ્રાંત અધિકારીને આદેશ કર્યો,

સુખસર મહાદેવ મંદિર પરનું દબાણ દૂર કરવા ચીટનીશ ટુ કલેક્ટરે પ્રાંત અધિકારીને આદેશ કર્યો,

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર મહાદેવ મંદિર પરનું દબાણ દૂર કરવા ચીટનીશ ટુ કલેક્ટરે પ્રાંત અધિકારીને આદેશ કર્યો,મંદિર માટે દાનમાં આપેલી જમીન પચાવી પાડનાર ને ગ્રામ પંચાયતે નોટિસ ની કાર્યવાહી કરી,સ્થાનિક તાલુકા જિલ્લા રાજ્ય બાદ પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે રજૂઆત થઇ હતી.

 સુખસર તા.28

   ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર માટે દાનમાં અપાયેલી જમીન પર  ગામના અગ્રણી ગણાતા તત્વોએ દબાણ કરી દીધું હતું જે બાબતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રજૂઆત બાદ ચીટનીશ ટુ કલેકટર દ્વારા  આ દબાણ દૂર કરવા પ્રાંત અધિકારી ઝાલોદ મામલતદાર ફતેપુરા અને તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા ને લેખિતમાં હુકમ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા પણ  દાનમાં આપેલી જમીન પચાવી પાડી દબાણ કરનાર ને નોટીસ આપવાની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર તથા ધર્મશાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપી હતી જેમાં ધરમશાળા તોડી ને સુખસર ગામના અગ્રણી ગણાતા અને કરોડોની મિલકત ધરાવતા એવા ઇસમો દ્વારા વ્યવસાય હેતુ પાકા દબાણો કરી દેવાયા હતા આ દબાણો દૂર કરી ધાર્મિક હેતુથી આ જમીન મંદિરને ફાળવવામાં આવે તે બાબતે અનેક  થઇ હતી તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે પણ આ બાબતની રજૂઆત થતાં ચીટનીશ ટુ કલેકટર દાહોદ દ્વારા પ્રાંત અધિકારી ઝાલોદ, મામલતદાર ફતેપુરા, અને તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા ને આ દબાણો દુર કરવા લેખિતમાં આદેશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે ઝડપી કાર્યવાહી નહીં કરવામાં આવે તો પરિણામની સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારી ઝાલોદ મામલતદાર ફતેપુરા અને તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાની રહેશે તેવું જણાવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા પણ આવા દબાણ કર્તાઓને નોટિસ પાઠવવામાં માટેની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે મહાદેવ મંદિર સુખસર માટે જમીન દાનમાં આપી હતી તેમજ ધાર્મિક હેતુ માટે ધર્મશાળા પણ વર્ષો પહેલા બનાવેલી હતી પણ આ ધરમશાળા તોડી ને તેના ઉપર પાકા દબાણો કરી દેવાયા હતા જે દબાણકર્તાઓ સોના ચાંદીનો વેપાર હોટલ તેમજ  કરિયાણાની દુકાન ધરાવે છે જેમાંથી કેટલાક દબાણકર્તાઓ પાસે સુખસર ગામ માં  ત્રણથી ચાર મકાનો તેમજ અન્ય મોટા શહેરોમાં પણ વૈભવી અને આલીશાન મકાનો આવેલા છે છતાં મંદિર ની જમીન પચાવી પાડતા આશ્ચર્ય સર્જાયું છે.

error: Content is protected !!