Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીમાં સેવાભાવી લોકો દ્વારા સેવાયજ્ઞોની સાવરણી વહી

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તા.28

સંજેલીમાં લોકડાઉનના સમયે પણ કિન્નરો દ્વારા ફરજ બજાવતા લોકો તેમજ રોજ મજુરી કરતા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામા આવી

સંજેલી ગામના આગેવાનો દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી તેમજ જૈન સમાજ અને કેટલાક સમાજ સેવાભાવી લોકો દ્વારા ગરીબ પરિવારોને જીવન જરુરિયાત ની કિટ વિતરણ કરવામા આવી હતી

વિશ્વભરમાં હાલ કરોનાની કહેર યથાવત છે ત્યારે વિશ્વભરમાં લોકડાઉનની પરિસ્થિતિને લઇ તમામ જગ્યાઓ પર લોક ડાઉનમાં લોકોને ઘરની અંદર જ રહેવા માટેની સખ્ત સૂચનાઓ આપવામાં આવી છે. અને કામ માટે આપવામાં આવેલા સમય દરમિયાન જ કોઈ કામ માટે બહાર નીકળવું બિનજરૂરી બહાર નીકળવા માટેની સખ્ત શબ્દોમાં મનાઈ કરવામાં આવી છે ત્યારે હાલ સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું સંજેલી વહિવટી તંત્ર પણ પોતાની કામગીરીમાં ખડે પગે હાજર રહી સેવા આપી રહ્યા છે . ત્યારે સંજેલીના કિન્નર સમાજ દ્વારા સેવાભાવી કામગીરી માટે આગળ આવી  ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ને ૩ દિવસ થી જમવાની સેવા આપી રહ્યા છે. તેમજ અન્ય વિભાગમા ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ આજુ બાજુ રહેતા છુટા છવાયા બારથી આવેલ ભૂખ્યા લોકો ને જમવા માટેની રોજની વ્યવસ્થા પૂરી પાડી હતી . તેમજ જમવાની વ્યવસ્થા પુરી પાડનાર ભાવના કુવરમાશીબા તેમજ મુશ્કાન કુવરમાશીબા દ્વારા જ્યા સુધી લોકડાઉન રહેશે અને ફરજ પરના કર્મચારીઓ ને ભોજન પૂરું પાડવાની વાત જણાવી હતી….

error: Content is protected !!