Thursday, 21/11/2024
Dark Mode

રાજ્ય સરકારે માલધારી સમાજને આપેલા આદિજાતિ પ્રમાણપત્રો રદ્દ કરવા મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા પર બેઠેલા આદિવાસી સંગઠનને ટેકો જાહેર કરતા ધારાસભ્ય વજેસિંગ પણદા

રાજ્ય સરકારે માલધારી સમાજને આપેલા આદિજાતિ પ્રમાણપત્રો રદ્દ કરવા મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધારણા પર  બેઠેલા આદિવાસી સંગઠનને ટેકો જાહેર કરતા ધારાસભ્ય વજેસિંગ પણદા

દાહોદ તા.૨૭

આદિવાસી અધિકાર બચાવો આંદોલન ખોટા પ્રમાણપત્રો રદ કરવાના મુદ્દે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ  છાવણી ખાતે બેઠેલા આદિવાસી અગ્રણીઓ,ભાઈઓ તેમજ સમાજના લોકોએ આંદોલન છેડ્યું છે ત્યારે દાહોદ ૧૩૨ બેઠકના કોંગ્રેસમા ધારાસભ્ય વજુભાઈ પણદાએ આદિવાસીભાઈઓને ટેકો જાહેર કર્યાે છે. આ સાથે લીમખેડા બાદ ઝાલોદ નગરમાં પણ દાહોદના જશવંતસિંહભાઈ તથા ગણપત વસાવાનું પુતળુ બાળી વિરોધ નોંધાવ્યો હતો.

દાહોદ જિલ્લાના લીમખેડા બાદ આદિજાતિ પ્રમાણપત્રને લઈને ઝાલોદમાં પણ વિરોધ થઈ રહ્યો છે જેમાં આદિજાતિ પ્રમાણપત્રને લઈ આદિવાસીઓનો વિરોધ છે તેમજ માલધારી સમાજને આદિવાસીમાં સમાવતા વિરોધ કરાયો છે તેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના પુતળાનું દહન કરી સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો છે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ખોટા પ્રમાણપત્રો રદ કરવાના મુદ્દે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં બેઠેલા આદિવાસી સમાજના અગ્રણીઓ,ભાઈઓ બહેનોને દાહોદના ૧૩૨ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વજુભાઈ પણદાએ ટેકો જાહેર કરતો સોશીયલ મીડીયામાં એક વિડીયો વાઈરલ કર્યાે હતો.

error: Content is protected !!