માનગઢ ખાતે ભીલ પ્રદેશની માંગ સાથે ચાર રાજ્યના આદિવાસીઓ નું મહા સંમેલન યોજાયું

Editor Dahod Live
2 Min Read

હિતેશ કલાલ @ સુખસર 

માનગઢ ખાતે ભીલ પ્રદેશની માંગ સાથે ચાર રાજ્યના આદિવાસીઓ નું મહા સંમેલન યોજાયું, બીટીપી અને ભાજપના સહિત ૪ ધારાસભ્ય પણ હાજર રહ્યા

સુખસર તા.24

માનગઢ ખાતે રવિવારના રોજ ભીલ પ્રદેશની માંગ સાથે  આદિવાસી સમાજનું  સંમેલન યોજાયું હતું જેમાં સરહદો તોડી આદિવાસી એક થયા અને માનગઢ ખાતે ભીલરાજની માંગ કરતાં શહીદ થયેલા 1507 ભીલો ના સપનાને સાકાર કરવા માટે ચારે રાજ્યોમાં ભીલપ્રદેશ ની માંગ પ્રબળ કરવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યા વચ્ચે બીટીપી   અને ભાજપના ૪ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા

  ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા  માનગઢ  શહીદ ભૂમિ પર  રવિવારના રોજ  ભવ્ય આદિવાસી સંમેલન યોજાયું હતું  જેમાં ભીલપ્રદેશ મુક્તિ મોરચા (ગુજરાત – રાજસ્થાન) ભિલીસ્થાન ટાઇગર સેના (ગુજરાત – મહારાષ્ટ્ર) અને જય આદિવાસી યુવા સંગઠન (જયસ મધ્યપ્રદેશ) ના હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભીલપ્રદેશ નો આગામી સમયમાં લાગુ થનાર 12 મુદ્દા ના કાર્યક્રમ માટે સહમતી બની હતી. હવે કોઈ એક રાજ્ય કે જિલ્લા નો પ્રશ્ન નહી પરંતુ એ પ્રશ્ન આખા ભીલપ્રદેશ માટે હોવાનો માની ચારે રાજ્યોના શિડયૂલ એરિયા માં લડત આપવા પણ નક્કી કરવામાં આવ્યું હતું.બીટીપી ના રાજસ્થાન ના બંને ધારાસભ્ય રામપ્રસાદ ડિંડોર, રાજકુમાર રોત, ગુજરાત ના બીટીપી ધારાસભ્ય મહેશભાઈ વસાવા અને સંતરામપુર ભાજપ ના ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર તથા ભંવરલાલ પરમાર, કાંતિલાલ રોત, રાજુ વલવાઈ, રાજ વસાવા સહિત અનેક આદિવાસી નેતાઓ હાજર રહ્યા હતા.

Share This Article