દાહોદમાં કોવીડ-19 ના 325 પૈકી 305 ના રિપોર્ટ નેગેટિવ:16 ના રિપોર્ટ બાકી

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૪

દાહોદમાં હાલ માત્ર ૪ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે.અને તેમાંથી પણ ઈન્દૌરથી દફનવિધિમાં આવેલ વ્યક્તિઓ પૈકી ૯ વર્ષીય મુસ્કાનને કોરોના ચેપ લાગતા તેને વડોદરા દાખલ કરાઈ હતી.અને ગઈકાલે તે કોરોના મુક્ત થતાં તેને રજા પણ અપાઈ હતી.જ્યારે બીજી તરફ હાલ ૩૨૫ સેમ્પલો પૈકી ૩૦૫ ના નેગેટીવ રિપોર્ટાે આવ્યા છે.અને ૧૬ રિપોર્ટાેની રાહ જોવાઈ રહી છે. મળતી પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદમાંથી ૩૨૫ વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા.જેમાંથી અત્યાર સુધી ૪ પોઝીટીવ આવ્યા છે અને આ ૪ પૈકી એક દર્દી એટલે કે, ૯ વર્ષીય મુસ્કાને કોરોનાને માત આપી તબીબોએ સાજી કરી ઘરે રવાની પણ કરી હતી. ૩૨૫ પૈકી ૩૦૫ ના રિપોર્ટાે નેગેટીવ આવતા આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે ત્યારે બીજી તરફ ૧૬ રિપોર્ટાે આવવાના બાકી છે. હાલ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખી ગ્રામીણ વિસ્તાર સહિત શહેરી વિસ્તારોમાં સેનેટરાઈઝરનો ઝંટકાવ સહિત લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે.

Share This Article