ફતેપુરા તાલુકામાં 14 ખેડૂતો વચ્ચે ઘઉં- ચણાની માત્ર 100 કીટ ફાળવાઇ, એક કિટમાં 40 કિલો બિયારણ નો સમાવેશ, આઈ ખેડૂત પોર્ટલ અંતર્ગત 14255 ખેડૂતો ની નોંધણી થઇ હતી.
સુખસર તા.23
ફતેપુરા તાલુકામાં હાલમાં રવી સીઝનના પાક માટે નું વાવેતર શરૂ થઈ ગયું છે છતાં હજુ સુધી ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણ ની કીટ આપવામાં આવી ન હોવાનું ખેડૂતે જણાવ્યું હતું જ્યારે આ બાબતે તપાસ કરતા તાલુકામાં ઘઉંની 100 અને ચણાની 100 કીટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તે હજુ ખેડૂતોને ફાળવવાની બાકી હોવાનું એગ્રો સંચાલકે જણાવ્યું હતું.
ફતેપુરા તાલુકામાં ખેતીવાડી માટે સિંચાઈના પાણીનો યક્ષ પ્રશ્ન છે પરંતુ આ વર્ષે ચોમાસામાં પાણી વધુ પડતું હોવાથી નદી-નાળા તળાવો છલોછલ ભરાઈ ગયા છે જેથી આ વર્ષે રવિ પાકમાં ખેડૂતોને પાણી ની સમસ્યા નહીં પડે તેવું જણાઈ રહ્યું છે તાલુકામાં આઇ ખેડૂત પોર્ટલ અંતર્ગત 14255 ખેડૂતોની નોંધણી થયેલ છે. હાલમાં રવિપાકને લઈ કેટલાક ખેડૂતોએ સરકાર તરફથી અપાતી કિટની આશા રાખ્યા વિના ઘઉં અને ચણાનો વાવેતર કરી દીધું છે જ્યારે હજુ મોટાભાગના ખેડૂતો વાવેતર થી વંચિત હોવાનું જાણવા મળ્યું હતું જેમાં આ વર્ષે ઘઉં ને 100 અને ચણાની 100 કીટ સરકાર દ્વારા તાલુકામાં ફાળવવામાં આવી હોવાનું એગ્રો સંચાલકે જણાવ્યું હતું પરંતુ હજુ ખેડૂતોને ફાળવવાની બાકી હોવાનું જણાવ્યું હતું. ૧૪ હજારથી વધુ ખેડૂતોની વચ્ચે માત્ર 100 બિયારણ કીટ આપવા આવતા ખેડૂતોમાં આશ્ચર્ય સર્જાયું હતું. એક કિટમાં 40 કિલો બિયારણની ફાળવણી થયું હોવાનું જણાયું છે.
હાલમાં બજારોમાં ઘઉં 30 કિલોના 810 રૂપિયા અને ચણા 20 કિલો 900 રૂપિયાના ભાવે બિયારણ મળતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મોંઘા ભાવ નું બિયારણ લાવી ને ખેડૂતોને ખરીદવાનો નો વારો આવ્યો છે.જોકે આ બાબતે કાંતિભાઈ બારીયા (એગ્રો સંચાલક ફતેપુરા) જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકામાં ખેડૂતો માટે ઘઉં 100અને ચણાની 100 કીટ ફાળવવામાં આવી છે પરંતુ હજુ ખેડૂતોને ફાળવવાની બાકી છે ઉપરથી સૂચના મુજબ કાર્યક્રમ કરીને ફાળવણી કરવામાં આવશે એક કિટમાં 40 કિલો બિયારણ ફાળવવામાં આવ્યું છે.