દેવગઢ બારિયાના દુધિયા ગામે આધેડ વિધવા કાકીએ નજીવી બાબતે ભત્રીજાને પથ્થર મારી મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ચકચાર

Editor Dahod Live
2 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે આધેડ વિધવા કાકીએ પોતાના જ ભત્રીજાને છાતીના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ચકચારઆધેડે દિયરે કાકીને ક્યાં ગઈતી તે પૂછતાં કાકીએ પથ્થર મારતા આધેડનું ભત્રીજાનું મોત.

દે.બારીયા તા.23

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના દુધિયા ગામે ધાવડીયા ફળિયામાં રહેતા ચીમનભાઈ સબુરભાઇ બારીયા આશરે ઉં.૫૪ વર્ષના તેના પરીવારજનો તેમજ તેની વિધવા કાકી બારિયા સંગીતાબેન રતનભાઈ આશરે ઉ.૫૮ સાથે રહેતા હતો. જેની કાકી સંગીતા બે ચાર દિવસ થી ઘરે ના હોઈ અને ક્યાંક ગઈ હતી. જે  આજરોજ ઘરે પરત આવતા ચીમન બારીઆ એ તેની કાકી સંગીતાને કહેલ કે તું બે ચાર દિવસ થી ઘરેના હતી તું ક્યાં ગઈ હતી.જેવું પૂછતાં કાકી સંગીતા ભત્રીજાના આ સવાલથી જાણે ઉશ્કેરાઈ જઈ કે પછી અન્ય કોઈ કારણ સર તેના આધેડ ભત્રીજા ચીમન સબૂર બારીઆને એક પછી એક પથ્થર મારવા લાગેલ અને આ વખતે ચીમન સબૂરના પુત્રની પત્ની જાગૃતિ દોડી આવેલ તે વખતે કાકી સંગીતાએ પથ્થર મારતા ચીમનના છાતીના ભાગે પથ્થર વાગતા ચીમન ત્યાજ સ્થળ ઉપર ફસડાઈ પડ્યો હતો. જેથી પરિવાર જનોને આ વાતની જાણ કરતા અન્ય પરિવારજનો સહિત આસપાસના લોકો દોડી આવેલ અને ચીમન સબૂરને જોતા કહેલ તે મરણ ગયો હોવાનું જણાતા ચીમન સબૂરના પરિવારજનોએ આ બનાવ અંગે સાગટાળા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મરણ જનાર ભત્રીજાની લાશ ને પી.એમ અર્થે દે.બારિયા સરકારી દવાખાને મોકલી આપી હતી. ત્યારે આ સમાચાર લખાયાત્યાં સુધી કોઈ ગુન્હો દાખલ કરવામાં આવ્યો ના હતો.

Share This Article