દાહોદમાં કોવીડ -19ના કુલ 286 સેમ્પલો પૈકી 269 ના રિપોર્ટ નેગેટીવ:13 ના રિપોર્ટ બાકી:અત્યાર સુધી 4 કેસ પોઝીટીવ નોંધાયા

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તા.૨૨
દાહોદમાં કોરોના હાલ ૪ દર્દીઓ નોંધાવા પામ્યા છે ત્યારે વધુ ૩૫ વ્યક્તિઓના કોરોના રિપોર્ટાે આજરોજ આવતાં તમામના રિપોર્ટાે નેગેટીવ આવતાં તંત્ર સહિત જિલ્લાવાસીઓએ રાહતનો દમ લીધો છે. બીજી તરફ હાલ પણ આરોગ્ય તંત્ર સહિત સંલગ્ન તંત્ર કોરોના વાયરસનું સંક્રમણ આગળ વધુ ન ફેલાય તેની તકેદારી રાખી અનેકવિધ કામગીરીમાં પણ જોતરાઈ છે.

૯ વર્ષીય બાળકીના મામાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં કુલ ૪ કેસો અત્યાર સુધી દાહોદમાં નોંધાવા પામ્યા છે. વધુમાં સત્તાવાર મળતી માહિતી પ્રમાણે ૩૫ જેટલા વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.જેમાં તમામના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યાના સમાચાર સાથે આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ હાલ જ્યારે કોરોના વાયરસના સંક્રમણથી સમગ્ર દેશમાં ચિંતાનો વિષય રહેવા પામ્યો છે ત્યારે દાહોદમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખી આરોગ્ય તંત્ર દ્વારા દાહોદના શહેરી વિસ્તારો સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ સેનેટરાઈઝરનો ઝંટકાવ સહિત લોકોને કોરોના વાયરસથી બચવા સુચનો તેમજ અપીલ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદમાં ૨૮૬ લોકોના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી ૪ પોઝીટીવ, ૨૬૯ નેગેટીવ રહેવા પામ્યા છે જ્યારે ૧૩ સેમ્પલના રીઝલ્ટ હાલ પેન્ડીંગમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે અને અત્યાર સુધી વધુમાં કોઈ બીજા કેસ સામે આવ્યો નથી.

Share This Article