Thursday, 21/11/2024
Dark Mode

વિવાદોથી ઘેરાયેલા વરોડ ટોલનાકુ વધુ એક વિવાદમાં ઘેરાયું :ટોલનાકા ઓથોરિટી સામે દેશદ્રોહનો ગુનો નોંધવા લીમડી પોલીસ મથકમાં ફરિયાદ અપાતા ચકચાર

વિવાદોથી ઘેરાયેલા વરોડ ટોલનાકુ વધુ એક વિવાદમાં ઘેરાયું :ટોલનાકા ઓથોરિટી સામે દેશદ્રોહનો ગુનો નોંધવા લીમડી પોલીસ મથકમાં ફરિયાદ અપાતા ચકચાર

હિતેશ કલાલ @સુખસર 

વરોડ ટોલ ઓથોરિટી સામે દેશદ્રોહનો ગુનો નોંધવા લીમડી પોલીસ મથકમાં ફરિયાદ અપાઇ, માત્ર બે થી૨૫ કિ.મી જનારાઓ સામે પણ પૂરો ટોલ વસૂલાય છે, એસટી બસમાં પણ ટોલ ના નામે થતી ઉઘાડી લૂંટ

   પ્રતિનિધિ દ્વારા સુખસર તા.21

 દાહોદ જિલ્લાના લીમડી નજીક વરોડ માં ટોલ ઓથોરિટી દ્વારા ટોલટેકસ વસૂલવા મા આવે છે જેનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે સો વર્ષ જૂના આ ધોરીમાર્ગ ને જગ્યાએ ટોલ રોડ બનાવીને જિલ્લાની આદિવાસી પ્રજાને ઇરાદાપૂર્વક લૂંટ કરવા માટે આ ટોલ વસુલી રહ્યા છે જેથી ટોલ ઓથોરિટી સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવા સોમવારના રોજ આગેવાન  રાજુભાઈ વળવાઇ સહિત કાર્યકર્તાઓ દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. વિવાદોથી ઘેરાયેલા વરોડ ટોલનાકુ વધુ એક વિવાદમાં ઘેરાયું :ટોલનાકા ઓથોરિટી સામે દેશદ્રોહનો ગુનો નોંધવા લીમડી પોલીસ મથકમાં ફરિયાદ અપાતા ચકચારદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં લીમડી નજીક 113 નંબર ના ધોરીમાર્ગ પર  ખાનગી કંપની દ્વારા ટોલ ટેક્ષ  ઉભો કરતા સ્થાનિક લોકોના ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ચાલો થી લીમડી ૧૧ કિલોમીટર દાહોદ થી લીમડી ૨૭ કિલોમીટર હોવા છતાં તેમજ બે કિલોમીટર થી 25 કિલોમીટર જવાવાળા પ્રજાને 70 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે પીટોલ મધ્ય પ્રદેશ થી બાસવાડા રાજસ્થાન સુધી આ રોડ નો ટેક્સ વસુલવામાં આવે છે જ્યારે મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં આ ટોલટેક્સ ઊભો કરવાને બદલે દાહોદમાં ઉભો કરી દાહોદ જિલ્લાની આદિવાસી પ્રજાને ઇરાદાપૂર્વક લૂંટવા માટે  ટોલટેક્સ ઉભો કરાયો હોવાનું જણાવી ભારે વિરોધ થઇ રહ્યો છે આ વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિ વિસ્તારની બંધારણીય જોગવાઈ નું સરેઆમ ભંગ કરી ભારતના બંધારણનું પણ ઉલ્લંઘન કરેલ છે જે દેશ દ્રોહી કહેવાય છે જેથી આ ટોલ ઓથોરિટી સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવા આગેવાન રાજુભાઈ વડવાઈ સહિત કાર્યકર્તાઓ દ્વારા સોમવારના રોજ લીમડી પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી

error: Content is protected !!