સંજેલી તાલુકોમાં રોગચાળાનો વાવર : ઉપરા છાપરી ડેન્ગ્યુના કેસોમાં વધારો થતા લોકો ચિંતીત

Editor Dahod Live
2 Min Read

કપિલ સાધુ @ સંજેલી 


સંજેલીના ઢેડીયામાં ડેન્ગ્યુથી યુવકનું મોત થયા બાદ ત્રણ દિવસે દવાનો છટકાવ કરવા છતાય  તેજ ઘરના એક સભ્યને ફરી આજે ડેન્ગ્યુ નીકળતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો .પરિવારજનોમાં  ભયનો માહોલ

સંજેલી તા.20
ગુજરાતભરમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સંજેલી તાલુકામાં પણ ડેન્ગ્યુના નવ જેટલા કેસો ચોપડે નોંધાયા છે ત્યારે સંજેલી તાલુકાના ઢેડીયા ગામે યુવકનું મોત થયા બાદ ત્રણ દિવસ પછી  દવાનો છટકાવ કરવામાં આવતા કુટુંબમાં અને ગામ લોકોમાં નારાજગી સાથે છે તાલુકામાં પણ ચર્ચાનો વિષય બન્યો.

ગુજરાતભરમાં ડેન્ગ્યુથી લોકો પીડાઇ રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નવ જેટલા ડેન્ગ્યુના કેસો ચોપડે નોંધાયા છે તાલુકા મથકે સી એસ સી સેન્ટર છે જયારે ગ્રામ્ય વિસ્તારમાં 5 જેટલા પી એચ સી સેન્ટર આવેલા છે માંડલી સરોરી 4 હિરોલા 1 વાસિયા 3 અને કરંબા 1 મળિ કુલ 9 જેટલા ડેન્ગ્યુના કેસો નોંધાયા છે તાલુકાના કુલ છપ્પન ગામોની સામે પણ માત્ર એક ફોગિંગ મશીન છે જે પણ 30 થી 40 જેટલા મકાનોમાં ફોગીંગ કરતાં મશીન બગડી જાય છે ત્યારે સરોરી પીએસસી સેન્ટરમાં આવેલા ઢેડીયા ગામે સરપંચ ફળિયામાં રહેતા બાવન વર્ષીય યુવકને ડેન્ગ્યુ સંજેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે સંતરામપુર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમની તેમની તાત્કાલિક વધુ સારવારની જરૂર હોય તેમને બહાર લઇ જવાનું જણાવતા યુવકને અમદાવાદ લઇ જતાં લુણાવાડા પાસે દમ તોડી નાખ્યો હતો જે બાદ યુવકને પોતાને ઘરે લાવી વિઘી  કર્યા બાદ ફોગિંગ કરવામાં આવ્યું હતું હાલ થાળા ગામના એસઆરપી જવાનને પણ ડેન્ગ્યૂ થતાં દાહોદ ખાતેની એલડી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ત્યારે સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરી ડેન્ગ્યૂના રોગથી પીડાતા લોકોને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને તાલુકાના ગામોમાં ફોગિંગ કરવામાં આવે તેવી તાલુકાના જાગૃત લોકોની માંગ છે .

Share This Article