Friday, 14/03/2025
Dark Mode

આદિવાસી સંસ્કૃતિના પ્રતીકસમા,સ્વયંવરની પ્રથાઓ તથા વિવિધ બાધાઓ તેમજ માનતાઓ સાથે જોડાયેલા “ગોળ ગધેડા”નો મેળો બદલાતા સમયના વહેણમાં વિસરાયો

આદિવાસી સંસ્કૃતિના પ્રતીકસમા,સ્વયંવરની પ્રથાઓ તથા વિવિધ બાધાઓ તેમજ  માનતાઓ સાથે જોડાયેલા “ગોળ ગધેડા”નો મેળો બદલાતા સમયના વહેણમાં વિસરાયો

 વિપુલ જોશી @ ગરબાડા 

વર્ષોવર્ષ ફિક્કો પડતો જતો ગરબાડા નો ગોળ ગધેડાનો મેળો,એક સમય હતો જ્યારે ગોળ ગધેડાના મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ મેળાને માણવા માટે એકઠું થતું હતું

ગરબાડા તા.18

આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં હોળીના તહેવાર બાદ વિવિધ મેળાઓની રમઝટ જામતી હોય છે.જે મેળાઓ પૈકી એક મેળો ગરબાડા ખાતે પણ નોમ અને દશમના દિવસે ગોળ ગધેડાના મેળાના નામે ભરાય છે એક સમય હતો કે ગોળ ગધેડાના મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ આવતું હતું પરંતુ હાલમાં સમય જતા વર્ષોવર્ષ ગોળ ગધેડાનો મેળો વધુ ને વધુ ફિક્કો પડતો જતો હોવાનું જોવા મળી રહ્યું છે લોકવાયકા મુજબ આદિવાસી બાહુલ્ય ધરાવતા આ તાલુકામાં મેળાની સાથે જ લગ્નસરાની સિઝન પણ ચાલુ થતી હોય તેમજ મેળાઓમાં જ કન્યા જોવાની પ્રક્રિયા પણ થતી હોય છે સ્વયંવરની પ્રથાઓ તથા વિવિધ બાધાઓ ની સાથે માનતાઓ સાથે જોડાયેલા આ મેળાઓ તાલુકામાં હાલમાં જેસાવાડા અને ગાંગરડી માં એટલા જ હર્ષોલ્લાસ સાથે ભરાય છે જ્યારે ગરબાડા તાલુકાના ઘણા ખરા ગામોમાં જેમ કે ભીલવા ગરબાડા બોરીયાલા સહિતના અનેક ગામોમાં હાલમાં મેળાઓ વિસરાઈ રહ્યા છે.

error: Content is protected !!