Friday, 18/04/2025
Dark Mode

ગરબાડાના અભલોડમાંએક જ રાતમાં ત્રણ ઘરોમાં તસ્કરો ત્રાટક્યા:નિવૃત ડીવાયએસપીના બંધ મકાનના તાળા તોડી એક લાખ ઉપરાંતના માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર

ગરબાડાના અભલોડમાંએક જ રાતમાં ત્રણ ઘરોમાં તસ્કરો ત્રાટક્યા:નિવૃત ડીવાયએસપીના બંધ મકાનના તાળા તોડી એક લાખ ઉપરાંતના માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર

 વિપુલ જોશી @ ગરબાડા 

ગરબાડા તાલુકાના અભલોડમાં નિવૃત્ત ડીવાયએસપીના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો,અભલોડ ગામમાં એક જ રાત્રિમાં ત્રણ મકાનના તાળા તૂટતાં લોકોમાં ભયનો માહોલ,નિવૃત ડીવાયએસપીના ઘરેથી 60 હજાર રૂપિયાની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળી એક લાખ દસ હજારના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર,

ગરબાડા તા.18

  ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગત રાત્રે બંધ 3 મકાનના તાળા તૂટયા હતા જેમાં બે મકાનમાં ચોરોને  મહેનત માથે પડી હતી.પણ રાયણ ફળિયામાં આવેલ નિવૃત્ત ડીવાયએસપી સી.પી ભાભોરના બંધ મકાનના તાળા તોડી ચોરોએ રોકડ રકમ, સોના ચાંદીના દાગીના મળી કુલ  એક લાખ દસ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં સફળ રહ્યા હતા

પ્રાપ્ત વિગત અનુસાર અભલોડ ગામના રાયણ ફળીયા ના નિવૃત્ત ડીવાયએસપી જેઓ હાલમાં પરિવાર સાથે નડિયાદ ગયા હતા.અને ત્યાં તેમના પરિવાર જોડે રોકાયા હતા.જેથી અભલોડ ના મકાનને તાળા મારી રાખેલ હતા. આ તકનો લાભ લઇ બંધ મકાન ને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના ગેટ અને મુખ્ય દરવાજાના તાળા કાપી ઘરમાં પ્રવેશ કરી બીજા માળે રાખી મુકેલી બે તિજોરી ના લોક તોડી સામાન વેરવિખેર કરી તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ 60હજાર રૂપિયાની રોકડ રકમ મળી કુલ મુદ્દામાલ એક લાખ દસ હજાર રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.તે જ રાત્રિએ અભલોડ ગામતળ  પણ બે મકાનના તાળા તોડી પાડવામાં આવ્યા હતા જેમાં કોઈ માલ સામાનની ચોરી થઇ એવું જાણવા મળેલ નથી. આ બાબતની જાણ ડીવાયએસપીના પુત્રને નૈનેશભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ સ્ટેશનને કરી હતી. પોલીસ દ્વારા અજાણ્યા ચોરો વિરુધ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ આદરી. હતી ઉલ્લેખનીય છે કે લોક ચર્ચા અનુસાર કોઈ જાણભેદુ દ્વારા જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે

તસ્કરોએ નિવૃત ડીવાયએસપીના મકાનમાંથી રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના પર હાથફેરો કર્યો 

ડીવાયએસપીના મકાનમાં ચોરાયેલી વસ્તુ ની યાદી ચાંદીનો કંદોરો 308 ગ્રામ,ચાંદીની પાયલ 358 ગ્રામ,ચાંદીનો મંગળસૂત્ર 58 ગામ, સોનાની ચેન 15 ગ્રામ,સોનાની બુટ્ટી 5 ગ્રામ સોનાની શેરો 5 ગ્રામ,સોનાની ચૂની એક ગ્રામ રોકડા 60 હજાર મળી કુલ રૂએક લાખ દસ હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી.

error: Content is protected !!