Thursday, 03/04/2025
Dark Mode

ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ પદે રામાભાઇ પારગી અને મહામંત્રી જાલુભાઈ સંગાડા ચૂંટાયા

ફતેપુરા તાલુકા ભાજપ  પ્રમુખ પદે રામાભાઇ પારગી અને મહામંત્રી જાલુભાઈ સંગાડા ચૂંટાયા

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી ની જાહેરાત કરાઈ પ્રમુખ પદે રામાભાઇ પારગી અને મહામંત્રી જાલુભાઈ સંગાડા અને નાનુભાઇ ભગોરા નો સમાવેશ.

 સુખસર તા.17
ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી રચના માટે શનિવારના રોજ માર્કેટયાર્ડ ખાતે સભા યોજાઈ હતી પ્રદેશ મંત્રી શબ્દશરણ તડવી ના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને મહામંત્રીઓ ની જાહેરાત કરાઇ હતી.
ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી ની વરણી માટે શનિવારના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મીટીંગ યોજાઇ હતી પ્રદેશ મંત્રી શબ્દશરણ તડવી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં ભાજપ કાર્યાલય ખાતેથી મેન્ડેટ મૂજબ પ્રમુખ પદે રામાભાઇ પારગી મહામંત્રી પદે જાલુભાઈ સંગાડા અને નાનુભાઇ ભગોરા ની નિમણૂક કરાઈ હતી સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા જીલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની દીપેશ લાલપુર વાળા ફતેપુરા માર્કેટ યાર્ડ ચેરમેન પ્રફુલભાઈ ડામોર તાલુકાના પાર્ટીના આગેવાન ચુનીલાલ ચરપોટ કિસાન મોરચાના જીતેન્દ્રસિંહ રાઠોડ બક્ષીપંચ મોરચાના પંકજભાઈ પંચાલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!