Thursday, 21/11/2024
Dark Mode

જિલ્લાના આરોગ્ય કેંદ્રો પર ચાલતી લોલમ પોલ ની સરપ્રાઈઝ ચેકીંગમાં આવતી કેન્દ્રની ટીમોની માહિતી જાહેર થતા હોબાળો

જિલ્લાના આરોગ્ય કેંદ્રો પર ચાલતી લોલમ પોલ ની સરપ્રાઈઝ ચેકીંગમાં આવતી કેન્દ્રની ટીમોની માહિતી જાહેર થતા હોબાળો

હિતેશ કલાલ @ સુખસર 

દાહોદ જિલ્લામાં શુક્રવારથી કેન્દ્રની ટીમ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે જિલ્લામાં કાર્યરત આરોગ્ય કેન્દ્ગો પર ચાલી રહેલ લોલમ પોલની ફરિયાદો ને ધ્યાને રાખી સરપ્રાઈઝ ચેકીંગમાં આવતી  કેન્દ્રની ટીમ દ્વારા જે આરોગ્ય કેંદ્રો પર તપાસમાં જવાની છે તેની યાદી પહેલેથી જ જાહેર કરી દેવાઈ તેમજ કેન્દ્રની ટીમનું અમદાવાદ એરપોર્ટ પર આગમન સુધીના ફોટો આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચી જતા લોકોમાં આશ્ચર્ય કેન્દ્રની ટીમો ની તપાસમાં કેટલી વિશ્વશનીયતા, તેમજ પારદર્શિતા હશે તે ચર્ચાનો વિષય, જોકે કેન્દ્રની ટીમો આવવાની હોવાના પગલે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ

પ્રતિનિધિ  સુખસર તા. 17
દાહોદ જિલ્લામાં કેન્દ્રીય ની ટીમ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેનાર છે ગુરુવારે ગાંધીનગર ખાતે મીટીંગ કરી શુક્રવારથી વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ વિવિધ માહિતી મેળવશે જેમાં કુલ 62 કેન્દ્ર માં જઈ તપાસ કરશે તેવી કેન્દ્રના નામ સાથેની યાદી જે તે વિભાગને આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું જેથી જે તે આરોગ્ય કેન્દ્ર દ્વારા સંપૂર્ણ કામગીરી કરી દેવામાં આવી હતી
દાહોદ જિલ્લામાં અંતરીયાળ વિસ્તારમાં આવેલા કેટલાક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સુવિધાની ઉણપ જોવા મળી રહી છે વહીવટી તંત્રની બેદરકારી સ્ટાફ ની અનિયમીતતા તેમજ સરકારી સુવિધાઓનો અભાવ હોવાના કારણે સરકારની આ સુવિધાનો લાભ છેવાડાના માનવીને મળી રહેતો નથી જેવી અનેક ફરિયાદો વારંવાર થતી રહી છે આવી ઉણપો ની તપાસ માટે કેન્દ્રની ટીમ જિલ્લાની મુલાકાત માટે આવી રહી છે જ્યારે આ ટીમ કયા કેન્દ્રની મુલાકાત લેશે તેની યાદી જાહેર કરી દેવાઇ છે શુક્રવારથી શરૂ થતા આ કાર્યક્રમમાં કુલ 62 આરોગ્ય કેન્દ્રની યાદી જાહેર કરાઇ છે જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 17 અને સબસેન્ટર 37 સો સમાવેશ થાય છે જ્યાં કેન્દ્રમાં જનાર હોય છે તેઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું

(સામુહિક આરોગ્ય કેન્દ્ર)
કતવારા,  સિંગવડ, બારીયા, સંજેલી ઝાલોદ ગરબાડા, ફતેપુરા, ધાનપુર

(પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)
રેટીયા, ભાટીવાડા,  બાંડીબાર, નિનામાના ખાખરીયા, ભથવાડા ભુવાલ, માંડલી,  વાસિયા, રૂપાખેડા, બિલવાણી,  પાંચવાડા, ગાંગરડી, ઘુઘસ, માધવા,  જાબુ, વેડ, અને ટોકરવા.

(સબ સેન્ટર)
ઉસારવણ,  દેલસર, રાબડાલ ગલાલીયાવાડ, રાજપુર, વટેડા, અંધારી પ્રતાપપુરા,  અગારા, લીંબોડર, કાલીયાગોટા,  કાળીડુંગરી,  ગુણા, સાલીયા,  દુધિયા, જસુણી, કરંબા, સરોરી,  ગોવિંદા તલાઈ, ગરાડુ, સુથારવાસા,  ગોલાણા, ઘોડિયા,  કદવાળ,  ટૂંકી વજુ, બોરિયાળા, ઘુઘસ, ઈટા કાળીયા, નીંદકા પૂર્વ, ડુંગર ભીડોલ, ડભવા,  ડુમકા ભાણપુર, અગાસવાણિ., 

error: Content is protected !!