Tuesday, 01/07/2025
Dark Mode

કોરોનાનો ખતરો….છતાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર વેન્ટિલેટર પર:જિલ્લા આરોગ્ય વિભાગ ના ત્રણ મહત્વના હોદ્દા એક માત્ર ઇન્ચાર્જ અધિકારીને આધિન

કોરોનાનો ખતરો….છતાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર વેન્ટિલેટર પર:જિલ્લા આરોગ્ય વિભાગ ના ત્રણ મહત્વના હોદ્દા એક માત્ર ઇન્ચાર્જ અધિકારીને આધિન

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

કોરોનાનો ખતરો.. છતાં દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર વેન્ટિલેટર પર,જિલ્લા આરોગ્ય વિભાગ ના ત્રણ મહત્વના હોદ્દા એક માત્ર ઇન્ચાર્જ અધિકારી ને આધિન, સી.ડી.એચ.ઓ.- આર.સી.એચ.ઓ.- અને ડી.એચ.ઓ.ની જગ્યા તાકીદે ભરવા તંત્ર ના ઠાગાઠૈયા 

દાહોદ તા.
એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેર ન વર્તાય તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે આવા કટોકટીના સમયમાં દાહોદ જિલ્લાના આરોગ્ય તંત્રમાં મહત્વના પદો પર કોઈ કાયમી નિયુક્તી ન હોઈ એકજ અધિકારીના ચાર્જમાં આ ત્રણેય શાખાઓ કાર્યરત રહેતી હોવાનું ધ્યાને આવવા પામ્યું છે. દાહોદ ખાતે જિલ્લાના આરોગ્ય ખાતાની સર્વાેપરી પદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, એટલે કે, સી.ડી.એચ.ઓ., આર.સી.એચ.આએ. અને ડી.એચ.આએ. ત્રણેય જગ્યાઓ ઉપર ઈન્ચાર્જ અધિકારી ફરજ બજાવે છે ત્યારે આવા કપરા સમયમાં કોરોના સામે લેવાનાર તકેદારીના પગલામાં વેગ આવે અને સામુહિક દ્રષ્ટિકોણ સાથે ત્રિ દિશાનું કાર્ય થાય તે માટે આ ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરી દેવાની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે માથુ ઉચક્યું છે ત્યારે આરોગ્ય તંત્ર પણ સાવચેતીના પગલાં લેવા માંડી છે ત્યારે આવા કટોકટીના સમયમાં જાણવા મળ્યા પ્રમાણે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રના મહત્વના ત્રણ પદો પરથી કોઈ નિયુક્ત ન કરાતાં આ ત્રણેય પદો એજ ઈન્ચાર્જ અધિકારી સંભાળતા હોવાથી આરોગ્યની લગતી કામગીરી કેટલા અંશે એક જ અધિકારી પહોંચી વળશે. જિલ્લામાં જ્યારે કરોના વાયરસ સામે તકેદારીના પગલાં રૂપે કાર્યાે તો કરવામાં આવી જ રહ્યા છે પરંતુ તેને પહોંચી વળવા મહત્વના ખાલી પડેલ પદો પર અધિકારીની નિયુક્તિ પણ અતિઆવશ્યક છે. માત્ર એક ઈન્ચાર્જ અધિકારીથી સમગ્ર આરોગ્યલક્ષી કાર્યનું સંચાલન કરવું કેટલું સંભવ છે? પ્રજાની સુખાકારી તેમજ આરોગ્યને ધ્યાને લઈ તેમજ આરોગ્યની કામગીરીની પહોંચી વળવા આ ખાલી પડેલ જગ્યાને ભરવી અતિઆવશ્યક છે.

error: Content is protected !!