Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરમાં “કોરોના વાયરસ” સામે રોગ પ્રતિકારક શક્તિ વધારાતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું:એક હજાર ઉપરાંત નગરજનોએ ઉકાળાનું સેવન કર્યું

દાહોદ શહેરમાં “કોરોના વાયરસ” સામે રોગ પ્રતિકારક શક્તિ વધારાતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું:એક હજાર ઉપરાંત નગરજનોએ ઉકાળાનું સેવન કર્યું

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદમાં કોરોના સામે રોગ પ્રતિકારક  શક્તિ વધારાતા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું, દાહોદ નગરમાં એસટી બસસ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ, ૧૨૦૦ લોકોએ ઉકાળાનું સેવન કર્યું

દાહોદ, તા. ૧૭ :

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ આ અમૃતપેયનો લાભ લીધો હતો.
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. રજનીકાંત પટેલે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આયુર્વેદમાં દરેક રોગને જડમૂળથી નાબૂદ કરવાના અસરકારક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે આ અમૃતપેય આયુર્વેદના સિદ્ધાંતો મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.
આ અમૃતપેયથી કોરોનો વાયરસથી તો બચાવ થાય જ છે સાથે ઇતર બિમારીઓથી પણ વ્યક્તિ સુરક્ષિત રહે છે. આ અમૃતપેયથી માણસની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે. આ અમૃતપેયમાં મુખ્યત્વે ગુડુચ્યાદી ક્વાથ, દશમૂલ ક્વાથ, ત્રિકટું – સુંઠ, મરી, પીપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૧૨૦૦ થી વધુ નાગરિકોએ આ અમૃતપેયનો લાભ લીધો છે. જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, દાહોદ દ્વારા કરવામાં આવેલી આ પહેલને નાગરિકોએ આવકારી છે.

error: Content is protected !!