Thursday, 21/11/2024
Dark Mode

દેવગઢ બારીયા નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા: વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો

દેવગઢ બારીયા નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા: વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો

મઝહર અલી મકરાણી @દે.બારીઆ 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા

દે.બારીઆ તા.17

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં કે જે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે તેની સાથે-સાથે દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાનો ઉમેરો થતો જોવા મળી રહ્યો છે. નગરમાં તાલુકા કક્ષાની વહીવટી કચેરીઓ શૈક્ષણિક સંકુલો સરકારી હોસ્પિટલ જેવી પ્રજાને સુવિધા રૂપ સેવાઓ મળી રહે છે તેમાંય ઓછું પડતું હોય તેમ ભારે વાહનોની અવર જવરના કારણે પણ ટ્રાફિકનું ભારણ વધુ રહેવા પામે છે. છેલ્લા કેટલાય સમયથી સમડી સર્કલથી ટાવર રોડ સુધી સમડી સર્કલથી વિક્ટોરિયા સર્કલ સુધી અને ટાવરથી એક બત્તી સુધી ટ્રાન્સપોર્ટ ના વાહનો અને વાહન પાર્કિંગ કારણે રાહદારીઓ અને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ બાબતે જવાબદાર વહીવટીતંત્ર ટ્રાફિકની સમસ્યા એ જાણકારી હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે. ખાસ કરીને સવારે શાળા અને સરકારી કચેરી શરૂ થવાના સમયે અને સાંજના સમય ટ્રાફિકની સમસ્યા ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે છતાં ટ્રાફિક કર્મીઓ આ તરફ ધ્યાન કરવાના બદલે અમુક ચોક્કસ જગ્યાએ ઊભા રહી ફરજ નો સમય પૂરો કરતા હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સરકાર શ્રી દ્વારા સલામતીના પગલાં રૂપે ઘણીવાર સલામતીના ભાગરૂપે અનેક કાર્યક્રમો યોજી રાહદારીઓ અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાઓ અંગે જાગૃત કરવામાં આવે છે. જ્યારે દેવગઢ બારીઆ નગરમાં ટ્રાફિક કર્મીઓ દ્વારા આ સલામતી સપ્તાહની ઉજવણી કરી નજરમાં જાગૃતતા લાવવા ના બદલે ખાલી ફોટો પડાવી ઉચ્ચ અધિકારીઓને મોકલી આપતા હોય એવું દેખાય આવે છે. મોટા શહેરોમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ જ્યારે દેવગઢબારિયા નગરમાં લગાવેલ સીસીટીવી કેમેરાઓ હાલ બંધ હાલતમાં છે શું આ કેમેરા ફરી ચાલુ કરવામાં આવશે ખરા ? અને જરૂરિયાત જણાતી જગ્યાએ પણ જવાબદાર વહીવટીતંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે રસ દાખવશે ખરું ? તે આવનારો સમય જ બતાવશે. નગરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાનો સ્થાનિક પોલીસ તંત્ર આ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવશે ખરું ? કે રેતીની ગાડીઓના વહીવટ કરવામાં જ રસ દાખવશે.ત્યારે  દેવગઢ બારિયામાં અગાઉ પોલીસ મથકે એક જ પી.એસ.આઈ. હતા ત્યારે તે ટ્રાફિક નિવારી શકતા હતા જ્યારે હાલમાં એક પી.આઈ સહિત બે પી.એસ.આઈ તેમજ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનો પૂરતો સ્ટાફ હોવા છતાં ધાનપુર રોડ એક બત્તી, સમડી સર્કલ, ટાવર વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં પણ ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસની હાજરીમાં પેસેન્જર વાહન ચાલકો આડેધડ વાહનો પાર્કિંગ કરી પેસેન્જર ભરે છે ત્યારે આટલો મોટો પોલીસ કાફલો ટ્રાફિકની સમસ્યા કેમ નિવારી સકતા નહિ જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

error: Content is protected !!