સુખસર ના રૂપાખેડા ગામે બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત એક ઇજાગ્રસ્ત,બારિયાની હાથોડ ગામે ભજન ના કાર્યક્રમમાં જતા હતા
સુખસર તા.16
ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામે રવિવારની રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં બાઈક અને ટેમ્પો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલક નો ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઈક પર સવાર એક યુવકને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો બંને યુવકો બારિયાની હાથોડ ગામે ભજન ના કાર્યક્રમમાં જતાં હોવાનું જાણવા મળ્યુ હતું.
ફતેપુરા તાલુકાના પાટી ગામના નિલેશભાઈ રમેશ ભાઈ ચારેલ અને વિનોદભાઈ ગગજીભાઈ ચારેલ રવિવારની રાત્રિના સમયે બારિયાની હાથોડ ગામે ભજન સત્સંગનો કાર્યક્રમ હોવાથી જવા નીકળ્યા હતા જેમાં આઠેક વાગ્યાના અરસામાં બાઇક લઇને જતી વેળા રૂપાખેડા ગામ નજીક સામેથી પૂરઝડપે આવી રહેલા ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયા હતા જેમાં બાઇક ચાલક નિલેશ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે વિનોદને જે ગંભીર ઈજાઓ થતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ગોધરા ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું આ બાબતે ધનજીભાઈ ચાલે સુખસર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી નિલેશ ને 108 દ્વારા સંતરામપુર લઈ જવાયો હતો જેમાં સંતરામપુર સરકારી દવાખાના ખાતે જ નિલેશ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને લઇ પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઈ હતી.