દેવગઢ બારીઆ નગરમાં આવેલ રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દ્વિતીય ફનફેર મેળાનું બે દિવસીય માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા સંચાલકના ટ્રસ્ટી મંડળ દ્વારા ફનફેરને બાળકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ફનફેરમાં ગેમ્સ ઝોન, ફૂડ ઝોન, બજાર જેવા સ્ટોલ આકર્ષણ કેન્દ્ર બન્યા હતા. અને બાળકો તથા શાળાના શિક્ષકો દ્વારા આશરે 40 જેટલા વિવિધ સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓ તથા નગરમાં આવેલ અન્ય શાળાના વિદ્યાર્થીઓ તથા આસપાસ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા ફનફેર મેળાની મુલાકાત લેવા આવી હતી અને આ મેળાને સફળ બનાવવા સિંહ ફાળો આપ્યો હતો. મેળામા બમ્પર ડ્રો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ઇનામ સ્પ્લેન્ડર + બીજું નામ એન્ડ્રોઇડ ફોન તથા ત્રીજું ઈનામ સોફા સેટ રાખવામાં આવ્યો હતો. આ ફનફેર મેળામાં તા ૧૫/૨/૨૦ અને ૧૬/૨/૨૦ બે દિવસ રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને નગરમાંથી દરેક લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.