Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરાઈ

દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરાઈ

હિતેશ કલાલ @ સુખસર

દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરાઈ,સુજલામ સુફલામ જળ અભિયાન ને સ્કોચ પ્લેટિનમ એવોર્ડ, આ યોજનામાં 1054 કરોડનો ખર્ચ કરાયો.

સુખસર, તા.15

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં જળસંગ્રહ માટે શરૂ કરાયેલા જનભાગીદારી પ્રયોગ સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ અને  સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સફળ અમલીકરણ માટે અપાતાં સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન પ્રોજેક્ટ દ્વારા ગુજરાત સરકારને આ સન્માન આપવામાં આવ્યું હતું.

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત બે વર્ષ દરમિયાન રાજ્યભરમાં ૩૦૪૧૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. ૧૨૨૭૯ તળાવો ઊંડા કરવાના, ૫૭૭૫ ચેકડેમ ડિસીલ્ટીંગના કામો તેમજ ૩૫૯૬૦ કિ.મી.નાં કેનાલ સાફ-સફાઈનાં કામો દ્વારા ૨૩૫૫૩ લાખ ક્યુબિક ફિટ માટી કાઢવામાં આવી છે તેમજ ૩૩૨૧ કિ.મી.નાં ડ્રેઈન વર્ક પૂર્ણ થયા છે. આના પરિણામે ૧૦૦ લાખ માનવદિન રોજગારીનું નિર્માણ થવા પામ્યું છે અને સમગ્રતયા રાજ્યમાં ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવા પામ્યો છે. એટલું જ નહીં આ અભિયાન અન્વયે એક જ દિવસમાં ૪૬૯૯ એક્રાડાવેટર્સ અને ૧૫૨૮૦ ટ્રેક્ટર ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના ૮ હજારથી વધુ ગામોમાં આ અભિયાન જન સહયોગથી ઉપાડીને ચોમાસા પહેલા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સારા ચોમાસાને પરિણામે અને આ સુજલામ-સુફલામ જળ અભિયાનની ફલશ્રૃતિએ ૬૨થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભજળ ૧થી ૩ મીટર જેટલા ઊંચા આવ્યા છે. આ ગૌરવપૂર્ણ અને સફળ કામગીરીની નોંધ લઈને સ્કોચ પ્લેટિનમ એવોર્ડથી આ યોજનાને સન્માનિત કરવામાં આવી છે.

કડાણા-દાહોદ લિફ્ટ ઈરીગેશન સ્કીમને બેસ્ટ ઈમ્પલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સીસ પ્રોજેક્ટ એવોર્ડ આ યોજના સમયાવધિની પહેલા પૂર્ણ કરવા માટે મળ્યો છે.  આદિજાતિ વિસ્તાર દાહોદ અને મહિસાગર જિલ્લાનાં સિંચાઈથી વંચિત વિસ્તારોને કડાણા જળાશય આધારિત આ લિફ્ટ ઈરિગેશન યોજના રૂ. ૧૦૫૪ કરોડના ખર્ચે સાકાર કરીને લિફ્ટ  યોજના પૂર્ણ કરાય છે આ યોજના નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે ડિસેમ્બર-૨૦૧૯માં પૂર્ણ થઈ છે. આ યોજનાને સાકાર કરવા માટે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને  ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ દ્વારા અથાગ પ્રયત્નો કરાયા હતા આ યોજનાથી આદિજાતિ વિસ્તારોના પાંચ હજાર ખેડૂત પરિવારોને ખરીફ અને રવિ એમ બે મોસમ માટે વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા મળશે.

error: Content is protected !!