મઝહરઅલી મકરાણી @ દેવગઢ બારીઆ
દાહોદ જીલ્લાના દેવગઢબારીઆ નગરમાં આવેલ “આહાર”સંસ્થાના ગરીબ લાભાર્થીઓમાં ખુશીઓનું વાવાઝોડું…
દે.બારીઆ તા.15
દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ નગરમાં આવેલ છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત સંસ્થા ‘આહાર’ કે જે સેવાના ઉદેશ થી અસ્તિત્વ થવા પામેલી છે. આ સંસ્થાના સંચાલકના કુશળ નિસ્વાર્થ અને નિષ્ટાથી કામગીરી કરવાના કારણે છેલ્લા વર્ષોથી આ સંસ્થાએ દેવગઢબારીઆમાં ઉદ્દભવ થયો ત્યારે થી દે.બારીઆ નગરની તેમજ આજુબાજુના વિસ્તારના નિ: સહાય અબાલ વૃધ્ધો, વિધવા બહેનો, અનાથ બાળકો, આર્થિક રીતે પછાત અને કામ કરવાને અક્ષમ એવાં લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત કરી જરૂરિયાતમંદો ની પસંદગી કરવામાં આવે છે. આ પસંદ કરવામાં આવેલ લાભાર્થીઓને નિ:શુલ્ક પણે એક ટાઇમનું ભરપેટ શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે. જેથી ગરીબ, અનાથ આદિવાસી વિસ્તારના લાભાર્થીઓને રાહત થવા પામેલ છે જેના કારણે આ સંસ્થાના સ્થાપક સેવા રૂપી કાર્યને આગળ ધપાવતા સંસ્થાના સંચાલક નિકુંજભાઈ સોની દ્વારા આહારના લાભાર્થીઓને માટે એક (જાત્રા) પ્રવાસનું આયોજન કરી શારીરિક અપંગતા અને ગરીબાઈને કારણે કદીપણ ગામની બહાર જઈ ન શકતી હોઇ તેવી દેવગઢબારિયાની 40 વિધવા-3 દિવ્યાંગ બહેનો-3 અનાથ બહેનો અને 9 વૃદ્ધજનોને આજરોજ તારીખ 15-01-2020 ને બુધવારે સવારે 7:00 વાગે આહાર સંસ્થા પરથી લક્ઝરી બસમાં રસોઇઆ તથા પ્રાથમિક સારવારની સવલત સાથે શામળાજી-ખેડબ્રહ્મા-અંબાજી-રણુજા-કરણીમાતા મંદિર–જયપુર-દિલ્હી-હરિદ્વાર-ઋષિકેશ-ગોકુલ-મથુરા-વૃંદાવન-પુસ્કર અને શ્રીનાથજીની 10 દિવસની જાત્રાએ બિલકુલ મફત લઇ જતા ઉપરાંત બધાને હાથ ખર્ચી માટે પણ રોકડા રૂપિયા આપી સૌ ગરીબ લાભાર્થીઓના મનમાં ખુશીઓનું વાવાઝોડું ઉમટી પડ્યું હતું. તદ ઉપરાંત એમાંય એક દિવ્યાંગ ચાલી કે ઉભી નહીં રહી શકતી 40 વર્ષની અને ફક્ત બે ફૂટની ઊંચાઈ ધરાવતી છોકરી કુ. કૈલાશે આ પ્રવાસમાં પોતાની આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તે સમયે તેની સગવડ માટે સંસ્થાના સંચાલક દ્વારા સ્પેશ્યલ વહીલચેર ખરીદી તેનો પ્રવાસમાં સામેલ કરતા તેનો હરખ સમાતો ન હતો અને તેણીના ચેહરો ખુશીઓથી ચમકી ઉઠ્યો હતો.